Site icon

Gold smuggling video : દાણચોરી માટે ગજબનું ભેજું લગાવ્યું, મુસાફર આ રીતે છુપાવીને લાવ્યો સોનુ.. વીડિયો જોઈ મગજ ચકરાઈ જશે..

Gold smuggling video : એક મોટી કાર્યવાહીમાં, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ એક મુસાફર પાસેથી કરોડો રૂપિયાનું સોનું રિકવર કર્યું છે. નવાઈની વાત તો એ છે કે પેસેન્જરે આ સોનું પોતાના અંડરવેરમાં છુપાવ્યું હતું.

Gold smuggling video Gold Worth Crores Recovered From Passengers Underwear At Delhi Airport

Gold smuggling video Gold Worth Crores Recovered From Passengers Underwear At Delhi Airport

 News Continuous Bureau | Mumbai

Gold smuggling video : સોનાના ભાવમાં વધારો થયા બાદ અરબ દેશોમાંથી સોનાની દાણચોરીમાં ફરી એકવાર વધારો થયો છે. દિલ્હીના IGI એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટની ટીમે એક એર પેસેન્જર પાસેથી આશરે રૂ. 1 કરોડની કિંમતની ગોલ્ડ પેસ્ટ રિકવર કરી છે. મળતી માહિતી મુજબ, આ કાર્યવાહી 28 નવેમ્બરના રોજ ગુપ્તચર માહિતીના આધારે કરવામાં આવી હતી. જેમાં જેદ્દાહથી દિલ્હી વાયા કુવૈત આવતા એક એર પેસેન્જરને કસ્ટમ્સની ટીમે ગ્રીન ચેનલ ક્રોસ કર્યા બાદ ચેકિંગ માટે અટકાવ્યો હતો.

Join Our WhatsApp Community

Gold smuggling video : જુઓ વિડીયો 

Gold smuggling video : સોનું પેસ્ટના રૂપમાં છુપાયેલું હતું

મુસાફર ના વર્તન પર શંકા જતા તેને પૂછપરછ માટે એર ઈન્ટેલિજન્સ યુનિટ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં એર પેસેન્જરે જણાવ્યું કે તેણે પહેરેલા અન્ડરવેરની સ્ટ્રીપમાં સોનાની પેસ્ટ છુપાયેલી હતી. એર પેસેન્જરે એક નહીં પરંતુ બે અન્ડરવેર પહેર્યા હતા. જ્યારે સોનાની પેસ્ટને બહાર કાઢવામાં આવી ત્યારે તેનું વજન 1.321 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું.  

Gold smuggling video : પહેલા પણ આવી ચુક્યા છે આવા કિસ્સા 

ઉલ્લેખનીય છે કે સોનાની દાણચોરીને લગતા અનેક વિચિત્ર કિસ્સા અગાઉ પણ પ્રકાશમાં આવ્યા છે. કેટલાક દાણચોરો તેમના પેટમાં અને કેટલાક શરીરના અન્ય ભાગોમાં સંતાડીને સોનું લાવે છે… જોકે, કસ્ટમ વિભાગ એલર્ટ મોડમાં હોય ત્યારે તેઓ પકડાઈ જાય છે. થોડા દિવસ પહેલા પણ બે મહિલા દાણચોરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 3 કિલો સોનું મળી આવ્યું હતું.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Ayodhya’s Deepotsav 2025: આ વખતે દિવાળી માં અયોધ્યા દીપોત્સવમાં બનશે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, આટલા લાખથી વધુ દીવાઓથી ઝળહળશે રામનગરી
Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ના મતદાનથી દૂર રહેલા ત્રણ પક્ષો કોનું ગણિત બનાવશે, કોનું બગાડશે?
Chardham Yatra: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા મોંઘી, ભાડામાં થયો અધધ આટલા ટકા નો વધારો; જાણો કેટલી ચૂકવવી પડશે કિંમત
Exit mobile version