પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્ક, યસ બેન્ક, લક્ષ્મી વિલાસ બેન્ક જેવી બેન્કોથી પરેશાન ગ્રાહકોને સરકારે મોટી રાહત આપી છે.
પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC) એક્ટમાં ફેરફારને મંજૂરી આપવામાં આવી છે.
નાણામંત્રી કહ્યું કે, કેબિનેટે આજે થયેલી બેઠકમાં DICGC એક્ટમાં ફેરફારને મંજૂરી આપી છે. હવે આ અંગે બિલ સંસદમાં રાખવામાં આવશે.
આ ફેરફારથી ખાતેદારો અને રોકાણકારોને પૈસાની સુરક્ષા મળશે. આ મંજૂર થતાં કોઇ બેંક ડૂબશે તો વીમા હેઠળ ખાતેદારોને 5 લાખ રૂપિયા સુધીની રકમ 90 દિવસની અંદર પરત મળી જશે.
પહેલા આ લિમિટ 1 લાખ રૂપિયા હતી. પરંતુ સરકારે તેને વધારી 5 લાખ રૂપિયા કરી દીધી છે
