236
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારત સરકારે મોટી કાર્યવાહી કરતા 22 યુટ્યુબ ચેનલો બ્લોક કરી છે.
આઈટી નિયમો, 2021 હેઠળ, 18 ભારતીય યુટ્યુબ ન્યૂઝ ચેનલોને પ્રથમ વખત બ્લોક કરવામાં આવી છે.
સાથે જ પાકિસ્તાનમાં હાજર ચાર યુટ્યુબ ન્યૂઝ ચેનલોને પણ બ્લોક કરી દેવામાં આવી છે.
આ સિવાય 3 ટ્વિટર, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટને પણ બ્લોક કરી દેવામાં આવી છે.
આ કાર્યવાહી અંગે સૂચના અને પ્રસારણ મંત્રાલયનું કહેવું છે કે આ યુટ્યુબ ન્યૂઝ ચેનલો ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે જોડાયેલ ભ્રામક માહિતી ફેલાવી રહી હતી.
આ પહેલાં જાન્યુઆરીમાં મોદી સરકારે 35 યૂટ્યૂબ ચેનલ્સને બ્લોક કરી હતી.
આ સમાચાર પણ વાંચો : દેશના ગૃહ પ્રધાનનો હુંકાર!! કાશ્મીરના મુદ્દા સિવાય હું ગુસ્સે થતો નથી… જાણો વિગતે
You Might Be Interested In