Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર / વધુ એક સરકારી કંપનીનું થશે ખાનગીકરણ, મોદી સરકાર બનાવી રહી છે આ યોજના 

 News Continuous Bureau | Mumbai

દેશમાં ઘણી સરકારી કંપનીઓ  (Government companies) પ્રાઈવેટ હાથમાં વેચાઈ ગઈ છે. ત્યારે હવે કેન્દ્રની મોદી સરકાર (Central Govt) વધુ એક કંપની  નું ખાનગીકરણ (Privatization) કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે દેશની બેન્કિંગ સિસ્ટમને (banking system) સુધારવા માટે સરકારે ઘણી બેંકોનું મર્જર (Merger of Banks) અને ખાનગીકરણ કર્યું છે. આપને જણાવીએ કે હવે સરકાર કઈ કંપનીને ખાનગી હાથમાં વેચવા જઈ રહી છે.

Join Our WhatsApp Channel

જાણો શું છે સરકારનો પ્લાન?

દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાની (Air India) એર સર્વિસ કંપની (Air Service Company) ટાટાના (Tata) હાથમાં ગઈ છે. તેના પછી સરકાર હવે એર ઈન્ડિયાની પોતાની સબસિડિયરી કંપનીનું (subsidiary company) પણ ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી છે. જણાવી દઈએ કે આ કંપની એન્જિનિયરિંગ સેક્ટરનું (engineering sector) કામ જુએ છે. સરકારે હવે આ કંપનીની હરાજી કરવાનો નિર્ણય લીધો છે.

જાન્યુઆરી-ફેબ્રુઆીમાં બિડ મંગાવવામાં આવશે

મીડિયા રિપોર્ટ મુજબ સરકાર એર ઈન્ડિયાની એન્જિનિયરિંગ સબસિડિયરી એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડને વેચવાની તૈયારી કરી રહી છે. આવતા વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં જ તેના માટે બિડ મંગાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: શું તમે ભૂલથી કોઈ ખોટા ખાતામાં UPI ઓનલાઇન પેમેન્ટ કરી દીધું છે. ટેન્શન નહીં! આ રીતે પૈસા પાછા મેળવી શકશો, જાણો આરબીઆઈના નિયમો શું છે?

આ કંપનીને પણ વેચવાની છે સરકારની યોજના

આ સિવાય સરકાર એર ઈન્ડિયાની બીજી કંપની એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસનું (airport services) ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી છે. જો કે હજુ સમય લાગી શકે છે. એન્જિનિયરિંગ સબસિડિયરી કંપની પછી એરપોર્ટ સેવાઓનું પણ ખાનગીકરણ કરવામાં આવશે.

વિદેશી કંપનીઓની બોલી લગાવવી મુશ્કેલ

આ કંપનીને વેચવા માટે સરકારે હરાજીમાં એક મોટી શરત મૂકી છે કે આ વખતે બિડીંગ પ્રક્રિયા હેઠળ જે પણ ખરીદનાર હશે તેની પાસે 51 ટકા હિસ્સો ભારતીયનો હોવો જોઈએ, એટલે કે સરકાર આ કંપનીને ભારતીયને વેચશે. તેમાં કોઈ વિદેશી આવીને બોલી લગાવી શકશે નહીં.

સરકાર દ્વારા બિડ માટે ઈનવાઈટ મોકલવામાં આવશે. સરકારની એવી યોજના છે કે એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડને વેચ્યા પછી જ એરપોર્ટ સેવાઓ વેચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: સતર્ક થઈ જાઓ. મુંબઈના આ 17 વિસ્તારોમાં ઓરીનો રોગચાળો ફાટી નીકળ્યો છે, પ્રભાવિત વિસ્તારોની ઓળખ થઈ ગઈ. બાળકોએ આ લક્ષણોની અવગણના ન કરવી

West Bengal Election Result 2026| બંગાળમાં ‘કમળ’ ખીલતા દીદીના સૂર બદલાયા? ભાજપની જીત પર મમતા બેનર્જીની પહેલી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ
West Bengal Election BJP Celebration| મમતા બેનર્જીના ગઢમાં ભાજપનો વિજયઘોષ! દીદીના ઘર બહાર કાર્યકર્તાઓનું શક્તિપ્રદર્શન, વાતાવરણમાં ભારે ઉત્તેજના
Castor Seed Market : એરંડામાં સ્ટોકિસ્ટોની લેવાલી અને અલનિનોના ભયથી તેજીનો મૂડ
West Bengal Election Results 2026। બંગાળમાં માત્ર એકબે નહીં પણ કુલ સાત ‘M’ ફેક્ટર, ભાજપ કે ટીએમસી કોના માટે ફાયદાકારક?
Exit mobile version