News Continuous Bureau | Mumbai
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) ( Cait ) ના મહારાષ્ટ્ર પ્રદેશના મહાસચિવ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે ( Shankar Thakkar ) જણાવ્યું હતું કે ઘઉંની વધતી કિંમતો સામે લડવા, ખાદ્ય સુરક્ષા જાળવવા અને સંગ્રહખોરીને રોકવા માટે ભારત સરકાર ( Indian government ) દ્વારા ઘઉં ( wheat stocks ) પર સંશોધિત સ્ટોક મર્યાદા ( new limit ) જાહેર કરવામાં આવી છે, જે તરત જ લાગુ થશે. આ પગલું 12 જૂન, 2023 ના રોજ જારી કરાયેલા “પરવાનાની આવશ્યકતાઓ, સ્ટોક મર્યાદાઓ અને હલનચલન પ્રતિબંધો પર નિર્દિષ્ટ ખાદ્ય વસ્તુઓ (સુધારા) ઓર્ડર, 2023” ના ભાગ રૂપે આવે છે, અને તે 31 માર્ચ 2024 સુધીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ રેહસે.
ચૂંટણી ( election ) વર્ષમાં ઘઉંના વધતા ભાવથી ( price hikes ) ચિંતિત કેન્દ્ર સરકારે વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ અને મોટા ચેઇન રિટેલરો માટે ઘઉંના સ્ટોકની મર્યાદાને સમાયોજિત કરી છે. સુધારેલી મર્યાદા નીચે મુજબ છે.
વેપારી/જથ્થાબંધ વેપારી: 2000 MT
મોટા ચેઇન રિટેલર્સ: આઉટલેટ દીઠ 10 MT અને તેમના તમામ ડેપો પર 2000 MT
આ ગોઠવણોનો હેતુ ઘઉંના ભાવને સ્થિર રાખવાનો છે, જેમાં તાજેતરના સમયમાં આંતરરાષ્ટ્રીય બજાર અને ભારતમાં વલણ તેજી તરફ નુ જોવા મળે છે.
આ ફેરફારો સિવાય, તમામ સંસ્થાઓ ,પ્રોસેસર્સ અને રિટેલર્સ સહિત ઘઉંના સ્ટોકધારકોએ હવે નવા સ્થાપિત ઘઉંના સ્ટોક લિમિટ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે, જે https://evegoils.nic.in/wsp/login પર ઉપલબ્ધ છે. તદુપરાંત, તેઓએ દર શુક્રવારે તેમની સ્ટોક પોઝિશન ખંતપૂર્વક અપડેટ કરવી પડશે. આ આવશ્યકતાઓનું પાલન કરવામાં નિષ્ફળતા અથવા સ્ટોક મર્યાદાના ઉલ્લંઘનને પરિણામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955ની કલમ 6 અને 7 હેઠળ યોગ્ય દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Afghanistan: ચીને અફઘાનિસ્તાનમાં રાજદૂત મોકલ્યો, જાણો શું છે આ પગલા પાછળનો બિઝનેસ પ્લાન? વાંચો સંપુર્ણ વિગતો વિગતવાર..
હાલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સ્ટોક ધરાવતી સંસ્થાઓએ આ સૂચનાના 30 દિવસની અંદર તેમના સ્ટોક લેવલને અનુપાલનમાં લાવવાનું રહેશે.
દેશમાં ઘઉંની કૃત્રિમ અછત ન સર્જાય તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બંને આ સ્ટોક મર્યાદાઓનું નજીકથી નિરીક્ષણ કરશે અને તેનો અમલ કરશે. આ સક્રિય અભિગમ તમામ નાગરિકો માટે આવશ્યક ચીજવસ્તુની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને, ખાદ્ય સુરક્ષાને સુરક્ષિત કરવા અને ઘઉંના ભાવને નિયંત્રિત કરવા માટે રચાયેલ છે.
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ ઘઉંના સ્ટોકના સ્તર પર સતર્ક દેખરેખ રાખશે, કિંમતોને સ્થિર કરવા અને સમગ્ર દેશમાં ઘઉંનો સ્થિર પુરવઠો જાળવવા માટે જરૂરી પગલાં લેશે.
શંકર ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, નાના અને મધ્યમ વેપારીઓ પર સ્ટોક લિમિટ લાદવાનું કોઈ પણ રીતે વ્યાજબી નથી, તેમની પાસે ન તો સ્ટોરેજ કેપેસિટી છે કે ન તો મૂડી, તેથી સ્ટોરેજ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ વેપારીઓ પાસે ઉપલબ્ધ સ્ટોકની માહિતી આપવા માટે હંમેશા મહેતાજી ઓ ઉપલબ્ધ હોતા નથી, ન તો આ વેપારીઓ વિગતો આપવા માટે ટેક્નોલોજીથી પૂરતા પરિચિત હોય છે. આ માહિતી આપવામાં નિષ્ફળ જવાથી કાર્યવાહી થશે જેના કારણે ભ્રષ્ટાચાર વધશે અને વેપારીઓને સજા ભોગવવી પડશે.