Site icon

Bharat Taxi App: ઓલા-ઉબરની મનમાની પૂરી! સરકાર દ્વારા ‘ભારત ટેક્સી ઍપ’ નું ટેસ્ટિંગ શરૂ, હવે ઓછા પૈસામાં મળશે રાઇડ!

ઓલા, ઉબર અને રૅપિડો જેવી ઍપ-આધારિત કૅબ સેવાઓના મનસ્વી ભાડાને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે 'ભારત ટેક્સી ઍપ' નું ટ્રાયલ શરૂ કર્યું છે. આ ઍપ ડ્રાઇવર-માલિકીના સહકારી મોડેલ પર કામ કરશે, જેનાથી ડ્રાઇવરોની કમાણી વધશે અને મુસાફરોને પીક અવર્સ દરમિયાન ઊંચા ભાડામાંથી રાહત મળશે

Bharat Taxi App ઓલા-ઉબરની મનમાની પૂરી! સરકાર દ્વારા 'ભારત ટેક્સી ઍપ' નું ટેસ્ટિંગ શરૂ

Bharat Taxi App ઓલા-ઉબરની મનમાની પૂરી! સરકાર દ્વારા 'ભારત ટેક્સી ઍપ' નું ટેસ્ટિંગ શરૂ

News Continuous Bureau | Mumbai
Bharat Taxi App કૅબ બુક કરવા માટે આજકાલ મોટાભાગના લોકો ઓલા, ઉબર અને રૅપિડો જેવી એપ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેમની વધતી માંગને કારણે આ એપ્સ મનસ્વી રીતે ભાડા વધારી રહી છે. જોકે, હવે લોકોને તેનાથી રાહત મળવાની છે, કારણ કે ભારત સરકારે ‘ભારત ટેક્સી ઍપ’ નું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં જાહેરાત કરી કે પીક અવર્સ દરમિયાન કૅબ ભાડા પર મર્યાદા લાદવાની યોજના છે.

ભારત ટેક્સી ઍપ’ શું છે?

‘ભારત ટેક્સી’ એક રાષ્ટ્રીય સ્તરની એપ્લિકેશન હશે જે કૅબ સેવાઓ પ્રદાન કરશે. તેનું ટ્રાયલ અને ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે.આ ઍપ સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ (STCL) ના બેનર હેઠળ કામ કરશે. આ નવું બિઝનેસ મોડેલ ડ્રાઇવર-ઓન્ડ કોઓપરેટિવ મોડેલ પર કામ કરશે, જેનો અર્થ છે કે કૅબ કંપનીઓ નહીં, પરંતુ ડ્રાઇવરો પોતે આ ઍપના માલિક હશે.

Join Our WhatsApp Community

ફાયદા કોને થશે?

સરકાર દ્વારા શરૂ થવા જઈ રહેલી આ ‘ભારત ટેક્સી ઍપ’ના આગમનથી મુખ્યત્વે બે પક્ષોને ફાયદો થશે. ડ્રાઇવર-ઓન્ડ મોડેલને કારણે કૅબ એગ્રીગેટર કંપનીઓની કમાણીનો એક ભાગ હવે સીધો ડ્રાઇવરોના ખિસ્સામાં જશે, જેનાથી તેમની કમાણી વધશે. જ્યારે મુસાફરોને પણ મોટી રાહત મળશે, કારણ કે સરકારે પીક અવર્સ દરમિયાન કૅબ ભાડા પર નિયંત્રણ (limit) લગાવવાની યોજના બનાવી છે, જેનાથી તેમને ઊંચા ભાડામાંથી મુક્તિ મળશે.

આ સમાચાર પણ વાંચો: ED: EDની મોટી કાર્યવાહી! કફ સિરપ કેસમાં દેશભરમાં ૨૫ સ્થળો પર રેડ, અધધ આટલા કરોડના ગેરકાયદેસર નાણાંનો પર્દાફાશ!

વધુ ભાડા પર લાગશે રોક

પરિવહન મંત્રીએ જણાવ્યું કે સરકારે તમામ ઍપ આધારિત કૅબ સેવાઓને નિયંત્રિત કરવા માટે ‘મોટર વાહન એગ્રીગેટર દિશાનિર્દેશ ૨૦૨૫’ જારી કર્યા છે. આ દિશાનિર્દેશોમાં મુસાફરોની સુરક્ષાની સાથે-સાથે ભાડાને પણ નિયંત્રિત કરવાની જોગવાઈ છે. આ ઍપ નવી મોટર એગ્રીગેટર નીતિ હેઠળ તમામ રાજ્યોમાં લાગુ થશે.

cotton prices India: કપાસના ભાવ કંટ્રોલમાં રાખવાની સરકારની રણનીતિ: ખોળમાં સ્ટોકિસ્ટોની લેવાલીથી તેજીની આગેકૂચ
Major Security Alert:દેશને ધણધણાવવાનું કાવતરું ફેલ! રાજસ્થાનમાં ફાર્મ હાઉસની આડમાં છુપાવાયો હતો વિસ્ફોટકોનો પહાડ; સુરક્ષા દળોએ ટાળી મોટી દુર્ઘટના
Republic Day 2026:રિપબ્લિક ડે પર કોણ હશે ‘ચીફ ગેસ્ટ’ તે કેવી રીતે નક્કી થાય છે? જાણો કયા આધારે અપાય છે આમંત્રણ અને કોની પાસે છે ફાઈનલ પાવર’.
Republic Day 2026: કર્તવ્ય પથ પર પીએમ મોદીનો દબદબો: મરૂન સાફામાં સજ્જ થઈ શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ; જુઓ વડાપ્રધાનનો પ્રજાસત્તાક પર્વનો ખાસ લુક
Exit mobile version