News Continuous Bureau | Mumbai
Government’s New Policy : બાગાયત નર્સરી સ્થાપવા ઈચ્છુક ખેડૂતોને આપશે સહાય,૧૯ જુલાઈ સુધીમાં કરવી ઓનલાઇન અરજી સરકાર ખેડૂતોની(Farmers) વિકાસ થાય અને પૂરતો રોજગાર મળે તે માટે સરકાર નવી નીતિઓ લાવી રહી છે. ત્યારે બાગાયતી ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને પણ સહાય આપવા નવી નીતિ બહાર કાઢી છે. વર્ષ ૨૦૨૩-૨૪ માટે સમગ્ર રાજ્યમાં બાગાયત ખાતા દ્વારા સ્વરોજગારલક્ષી (Self Employed)બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને નર્સરી(Nursery) સ્થાપવા માટે સહાયતા આપવામાં આવશે. જેમાં યુનિટ કોસ્ટ ૩.૫૦ લાખનાં સામાન્ય ખેડૂતોને ૬૫% લેખે ૨.૨૭૫ લાખ તેમજ અનુસૂચિત જાતિના ખેડૂતોને ૭૫% લેખે ૨.૬૨૫ લાખ સહાય મળવાપાત્ર છે. સહાય મેળવવા ઇચ્છુક ખેડુતોએ તા.૧૯/૦૭/૨૦૨૩ સુધી http://ikhedut.gujarat.gov.in મારફતે ઓન લાઇન અરજી સ્વીકારવામાં આવશે. જે માટે જરૂરી સાધનીક પુરાવા સાથે જિલ્લા બાગાયત કચેરી,નાયબ બાગાયત નિયામકની કચેરી, બ્લોક નં-૩, બીજા માળ, સેવા સદન-૩, પ્રેસ રોડ, રાજકોટના સરનામે મોકલી આપવા જણાવવામાં આવે છે. અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭-૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા જરૂરી છે, તેમ સંયુકત બાગાયત નિયામકશ્રી, રાજકોટએ યાદીમાં જણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: IND vs WI Series: વર્તણૂકમાં સુધાર લાવો અથવા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસની તક ભુલી જાવ, IPLના ‘આ’ ચાર સ્ટાર્સ BCCIના રડાર પર