ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
7 જુલાઈ 2020
ચાઈનીઝ એપ બાદ દેશ વિરોધી અભિયાન ચલાવનારી વેબસાઇટો પર એક્શન લેતા કેન્દ્રીય ગૃહ મંત્રાલએ 40 વેબસાઈટોને તાત્કાલિક ધોરણે બંધ કરી દીધી છે..આ "જસ્ટિસ ફોર શીખ" સાથે જોડાયેલી વેબસાઈટ છે જે ખાલિસ્તાન સમર્થક વેબસાઈટ 'શીખ ફોર જસ્ટીસ' પર ગેરકાનૂની ગતિવિધિ ઓ ચલાવી રહી હતી જેને અધિનિયમ 1967 અંતર્ગત પગલાં ભરાયા છે, એમ ગૃહ મંત્રાલયે જણાવ્યું છે..
નોંધનીય છે કે દેશવિરોધી ઇલેક્ટ્રોનિક્સ ગતિવિધિઓ પર કાબુ રાખવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય ભારતમાં સાયબર સ્પેસને મોનીટર કરવા માટે ખાસ નોડલ એજન્સી બનાવી છે જેણે શીખ ફોર જસ્ટીસ સાથે જોડાયેલી 40 વેબ, જેના પર અલગાવવાદી ગતિવિધિને પીઠબળ પૂરું પડાતું હતું તેને બ્લોક કરવામાં આવી છે. આ વેબસાઇટે અલગ ખાલીસ્તાન બનાવવા માટે ખાસ જન્મ સંગ્રહ કરાવ્યો હતો, જે આધારે તેણે દાવો કર્યો હતો કે શીખ લોકો માટે અલગ દેશ ની જરૂર છે. ત્યારબાદ આઈટી એકટ 2000 અંતર્ગત પણ ગૃહ મંત્રાલએ આદેશ જારી કરી તમામ અલગાવવાદી વેબસાઇટ બ્લોક કરી દીધી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com