Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સંકટ વચ્ચે મોદી સરકારે કેન્દ્રીય પેન્શન ધારકોને આપી મોટી રાહત જાણો વિગતે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
25 નવેમ્બર 2020 

મોદી સરકારે કોરોના મહામારીના સંકટ વચ્ચે 65 લાખથી વધુ કેન્દ્રીય પેન્શનર્સને મોટી ભેટ આપી છે. સાથે પેન્શનર્સ માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવાની ડેડલાઇન 28 ફેબ્રુઆરી 2021 સુધી વધારી દેવામાં  આવી છે.  ઉલ્લેખનીય છે કે અગાઉ 31 ડિસેમ્બર તેની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે આશરે 2 મહિનાનો વધારાનો સમય પેન્શનર્સને આપવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિભાગ વિવિધ પેન્શનર્સ એસોસિએશનો તેમજ વ્યક્તિઓએ ચાલુ કોવિડ -19 રોગચાળોને ધ્યાનમાં રાખીને લાઇફ સર્ટિફિકેટ જમા કરવા માટેની તારીખમાં વધારો કરવાની વિનંતી કરતી અસંખ્ય અરજીઓ પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ એકાઉન્ટર્સના નિયંત્રક જનરલની કચેરી સાથે પરામર્શ કર્યા પછી, હવે જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે હાલની સમયરેખામાં વધુ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પેન્શનર્સ હવે ‘ડિજીલોકર’માં પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ)ને સ્ટોર કરી શકે છે. પીપીઓની ઑરિજનલ કૉપી ગુમાવી દીધી હોય તો પેન્શન સાથે સંબંધિત કાર્યો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવામાં ડિજીલોકરમાં પીપીઓને સ્ટોર કરી તે ટેન્શનમુક્ત કરશે.

CEC Gyanesh Kumar Appointment Challenged શું નિયમો નેવે મૂકીને બનાવાયા મુખ્ય ચૂંટણી કમિશનર? સર્ચ પેનલ પર લાગ્યા ગંભીર આરોપો…
INDIA Bloc Leaders Meet President Murmu CEC અને ચૂંટણી પંચ સામે વિપક્ષી મોરચાની આરપારની લડાઈ! આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે બેઠક શું થશે કાર્યવાહી?
CEC Gyanesh Kumar Security Tightened મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અંગે પોલીસનો મોટો નિર્ણય વિપક્ષના ઉગ્ર પ્રદર્શનો વચ્ચે સુરક્ષા કવચ મજબૂત કરાયું
Woman Runs Barefoot In Saree ગરીબી અને મુશ્કેલીઓ પણ હિંમત ન તોડી શકી! હોમગાર્ડ બનવા સાડીના છેડા બાંધી રસ્તા પર દોડી માતા જુઓ વાયરલ વીડિયો
Exit mobile version