વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ખેડૂતો સાથે સરકાર વાતચીત માટે તૈયાર છે. PM મોદીએ કહ્યુ કે, માત્ર એક ફોન કોલ દૂર છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી ઓલ પાર્ટી મીટિંગમાં કૃષિ કાયદા પર વાત થઇ હતી.
વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યુ કે સરકાર પોતાના વલણ પર યથાવત છે અને કૃષિ કાયદા પર ચર્ચા ચાલુ રાખવા માંગે છે.
તેમણે વિપક્ષને પણ ખેડૂતો સાથે વાત કરવાની અપીલ કરી છે.