Site icon

Yuva Sangam: ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત સરકારે યુવા સંગમ માટે ઓનલાઈન નોંધણી કરી શરૂ, આ તારીખ સુધી સ્વીકારવામાં આવશે રજિસ્ટ્રેશન.

Yuva Sangam: રજિસ્ટ્રેશન 21મી ઓક્ટોબર 2024 સુધી સ્વીકારવામાં આવશે. ભારતભરના 4790થી વધુ યુવાનોએ યુવા સંગમના વિવિધ તબક્કામાં 114 પ્રવાસોમાં ભાગ લીધો

Govt started online registration for Yuva Sangam (Phase 5) participation Under EBSB

Govt started online registration for Yuva Sangam (Phase 5) participation Under EBSB

 News Continuous Bureau | Mumbai

Yuva Sangam: શિક્ષણ મંત્રાલય દ્વારા એક ભારત, શ્રેષ્ઠ ભારત ( EBSB ) અંતર્ગત યુવા સંગમના પાંચમા તબક્કા માટે રજિસ્ટ્રેશન પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. યુવા સંગમ ભારત સરકાર દ્વારા ભારતનાં વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત યુવાનો વચ્ચે લોકો વચ્ચેનાં જોડાણને મજબૂત કરવા માટેની પહેલ છે. 18-30 વર્ષની વયજૂથના રસ ધરાવતા યુવાનો, મુખ્યત્વે વિદ્યાર્થીઓ, એનએસએસ/એનવાયકેએસ સ્વયંસેવકો, રોજગાર/સ્વ-રોજગાર વ્યક્તિઓ વગેરે 2023માં શરૂ કરવામાં આવેલી આ અનોખી પહેલના આગામી તબક્કામાં ભાગ લેવા માટે યુવા સંગમ પોર્ટલ મારફતે નોંધણી કરાવી શકે છે. રજિસ્ટ્રેશન 21 ઓક્ટોબર 2024 સુધી સ્વીકારવામાં આવશે. 

Join Our WhatsApp Community

વિગતવાર માહિતી અહીં ઉપલબ્ધ છે: https://ebsb.aicte-india.org/

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર, 2015ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ ( National Unity Day ) દરમિયાન વિવિધ પ્રદેશોના લોકો વચ્ચે સાતત્યપૂર્ણ અને માળખાગત સાંસ્કૃતિક જોડાણનો વિચાર રજૂ કર્યો હતો. આ વિચારને સ્પષ્ટ કરવા માટે ઇબીએસબી કાર્યક્રમ 31 ઓક્ટોબર, 2016ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ હેઠળ આયોજિત પ્રવૃત્તિઓ, વિશેષ પહેલો અને અભિયાનોની સાથે ઇબીએસબીની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ ઇ-બુક (https://ekbharat.gov.in/JourneySoFarCampaign/index.html)માં ઉપલબ્ધ છે.

ઇબીએસબી ( EBSB  ) હેઠળ શરૂ કરવામાં આવેલ યુવા સંગમ પંચ પ્રાણ –  સ્ટ્રેન્થ ઇન યુનિટી અને પ્રાઇડ ઇન લેગસીનાં બે તત્ત્વોને આગળ ધપાવે છે. આ પહેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020માં મુખ્ય વિષયો સાથે સુસંગત છે, જેમાં પ્રાયોગિક શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને પ્રથમ ધોરણે ભારતની સમૃદ્ધ વિવિધતાના જ્ઞાનને આત્મસાત કરવામાં આવ્યું છે. આ એક સતત શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન છે, જેમાં વિવિધતાની ઉજવણી છે, જેમાં સહભાગીઓ જીવનનાં વિવિધ પાસાંઓ, કુદરતી ભૂમિસ્વરૂપો, વિકાસનાં સીમાચિહ્નો, એન્જિનીયરિંગ અને સ્થાપત્યની અજાયબીઓ, તાજેતરની સિદ્ધિઓ અને યજમાન રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાનિક યુવાનો સાથે આદાનપ્રદાન અને ઊંડાણપૂર્વક જોડાવાની તકનો ઇમર્સિવ અનુભવ મેળવે છે.

યુવા સંગમના ( Indian Youth ) પાંચમા તબક્કા માટે સમગ્ર ભારતમાં 20 પ્રસિદ્ધ સંસ્થાઓની ઓળખ કરવામાં આવી છે, જે દરમિયાન રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના નોડલ એચઇઆઇની આગેવાની હેઠળ અનુક્રમે આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં સહભાગીઓ તેમનાં જોડીદાર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે.

આ સમાચાર પણ વાંચો :  PM Kisan Samman Nidhi : હવે ખેડૂતોએ PM કિસાન સન્માન નિધિનો લાભ લેવા બેંક કે ATM જવાની જરૂર નથી, DBT રકમ ઘરે બેસીને આ માધ્યમથી ઉપાડી શકાશે.

Yuva Sangam: જોડી બનાવેલ રાજ્યોની યાદી

  1. મહારાષ્ટ્ર અને ઓડિશા
  2. હરિયાણા અને મધ્ય પ્રદેશ
  3. ઝારખંડ અને ઉત્તરાખંડ
  4. જમ્મુ-કાશ્મીર અને તમિલનાડુ
  5. આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ
  6. બિહાર અને કર્ણાટક
  7. ગુજરાત અને કેરળ
  8. તેલંગાણા અને હિમાચલ પ્રદેશ
  9. આસામ અને છત્તીસગઢ
  10. રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ

યુવા સંગમ પ્રવાસ દરમિયાન, પાંચ વ્યાપક ક્ષેત્રો હેઠળ બહુ-પરિમાણીય એક્સપોઝર – 5 પી એટલે કે. પ્રવાસી પ્રતિનિધિમંડળને 5-7 દિવસના ગાળામાં (પ્રવાસના દિવસો સિવાય) પર્યટન, પરંપરા, પ્રગતિ, પરસ્પર સંપર્ક (પીપલ-ટુ-પીપલ કનેક્ટ) અને પ્રૌદ્યોગિકી(ટેકનોલોજી) પ્રદાન કરવામાં આવશે. યુવા સંગમના અગાઉના તબક્કાઓમાં છેલ્લા તબક્કામાં રજિસ્ટ્રેશનની સંખ્યા 44,000ને વટાવી જતાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં, ભારતભરના 4,795 યુવાનોએ યુવા સંગમના વિવિધ તબક્કાઓમાં (2022 માં પાયલોટ તબક્કા સહિત) 114 ટૂરમાં ભાગ લીધો છે.

યુવા સંગમ, જે ‘સંપૂર્ણ સરકાર’ ( Central Government ) અભિગમનું ઉદાહરણ પૂરું પાડે છે, તેનું આયોજન સહભાગી મંત્રાલયો/વિભાગો/એજન્સીઓ અને રાજ્ય સરકારોના સહયોગથી સંયુક્તપણે કરવામાં આવ્યું છે. તેમાં ગૃહ મંત્રાલય, સંસ્કૃતિ, પ્રવાસન, યુવા બાબતો અને રમતગમત, માહિતી અને પ્રસારણ, પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ વિભાગ (ડોનર) અને રેલવે સામેલ છે. દરેક સહભાગી હિસ્સેદારની કાર્યક્રમના અમલીકરણ માટે વિશિષ્ટ ભૂમિકા અને જવાબદારીઓ હોય છે. પ્રતિનિધિઓની પસંદગી અને યુવા સંગમ પ્રવાસોનું એન્ડ-ટુ-એન્ડ અમલીકરણ નોડલ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ (પરિશિષ્ટ ખાતેની યાદી) દ્વારા કરવામાં આવે છે; જે આ પહેલને આગળ ધપાવે છે.

આ સમાચાર પણ વાંચો :  Amit Shah PHDCCI : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાર્ષિક સત્રને કર્યુ સંબોધિત, ઉદ્યોગપતિ રતન ટાટાને આપી શ્રદ્ધાંજલિ.

પરિશિષ્ટ

Yuva Sangam: યુવા સંગમ ફેઝ-5 માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને એચઈઆઈની જોડી

 

ક્રમ રાજ્ય 1 HEIનું નામ રાજ્ય 2 HEIનું નામ
1 મહારાષ્ટ્ર IIM મુંબઈ ઓડિશા આઈઆઈટી ભુવનેશ્વર
2 હરિયાણા સીયુ હરિયાણા મધ્ય પ્રદેશ આઈ.જી.એન.ટી.યુ., અમરકંટક
3 ઝારખંડ આઈઆઈટી ધનબાદ ઉત્તરાખંડ આઈઆઈટી રૂરકી
4 જમ્મુ અને કાશ્મીર IIM જમ્મુ તમિલનાડુ NITTTR ચેન્નાઇ
5 આંધ્ર પ્રદેશ એસપીએ, વિજયવાડા ઉત્તર પ્રદેશ IIIT અલ્હાબાદ
6 બિહાર બિહાર સી.યુ., ગયા કર્ણાટક આઈઆઈટી ધારવાડ
7 ગુજરાત આઈઆઈટી ગાંધીનગર કેરળ આઈઆઈટી કોટ્ટાયમ
8 તેલંગાણા મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ

યુનિવર્સિટી, હૈદરાબાદ

હિમાચલ

પ્રદેશ

NIT હમીરપુર
9 આસામ આસામ યુનિવર્સિટી, સિલચર છત્તીસગઢ IIM રાયપુર
10 રાજસ્થાન આઈઆઈટી જોધપુર પશ્ચિમ બંગાળ IIEST, શિબપુર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

NIA raids: દેશભરમાં NIAની કાર્યવાહી: અલ-કાયદા સાથે જોડાયેલા લોકોની ધરપકડ, ૫ રાજ્યોમાં દરોડાથી હડકંપ.
Red Fort Blast: ઇન્ટરનેશનલ કાવતરું: તુર્કીમાં મીટિંગ, લાલ કિલ્લા પર બ્લાસ્ટનો પ્લાન! ‘આતંકવાદી ડૉક્ટરો’એ આ ખાસ App દ્વારા ઘડી ખતરનાક રણનીતિ.
Delhi Blast Conspiracy: સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા: દેશના અનેક ભાગોમાં ધમાકા કરવાની આતંકવાદીઓની યોજના નિષ્ફળ, કેવી રીતે બન્યું સંભવ?
Delhi Mahipalpur Blast: દિલ્હીના મહિપાલપુરમાં ધમાકાનો અવાજ સંભળાયો, પોલીસે કરી સ્પષ્ટતા
Exit mobile version