આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટલાઈન કર્મચારીઓ પછી, 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી લાગુ કરવાની તૈયારી તીવ્ર કરવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું છે કે રસીની સપ્લાયમાં વધારો થતાની સાથે જ આવતા મહિનાથી 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કરી દેવાશે. તેમાં 60 વર્ષથી વધુની વયના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
દેશમાં 20 ફેબ્રુઆરી સુધી કુલ 1.08 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે.
એપ્રિલ સુધીમાં 3 કરોડ આરોગ્ય-ફ્રંટલાઈન વર્કસને રસી આપવાનો ટારગેટ છે.