ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
22 મે 2020
કોરોના મહામારીને લઈને ઊભી થયેલી પરિસ્થિતિ માટે મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષી દળો એકજૂટ થઈ રહ્યા છે. દેશની હાલની પરિસ્થિતિ જોતાં કોંગ્રેસના કાર્યકાળી અધ્યક્ષ સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં સમાન વિચારધારાવાળા વિપક્ષી દળોની બેઠક થઇ હતી. બેઠકની શરૂઆતમાં ચક્રવાતી તૂફાન અમ્ફાનમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પછી સોનિયા ગાંધીએ મીટિંગની શરૂઆત કરી. બેઠકમાં વિપક્ષીદળોએ કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક અમ્ફાન ચક્રવાતી તોફાનને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાનો આગ્રહ કર્યો અને પ્રભાવિત રાજ્યોને આ આપદાના પ્રભાવથી નિપટવા માટે મદદની માગ કરી. સાથે સોનિયા ગાંધીએ લોકડાઉનથી બહાર આવવા માટે કેન્દ્ર સરકાર પાસે કોઇ રણનીતિ ન હોવાનો દાવો કરતા કહ્યુ કે આ સંકટના સમયે તમામ પાવર વડાપ્રધાન કાર્યાલય સુધી મર્યાદિત રાખવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યુ હતું કે કોરોના મહામારી વિરુદ્ધ લડાઇને 21 દિવસમાં જીતવાની વડાપ્રધાનની પહેલ નિષ્ફ્ળ રહી છે. હવે લાગી રહ્યુ છે કે વાયરસ દવા બનશે ત્યાં સુધી હાજર રહેશે. મારુ માનવુ છે કે સરકાર લોકડાઉન માપદંડોને લઇને ચોક્કસ ન હતી, તેની પાસે લોકડાઉનથી બહાર આવવાની કોઇ રણનીતિ નથી. વડાપ્રધાન તરફથી 20 લાખ કરોડ રુપિયાના આર્થિક પેકેજની જાહેરાત અને નાણામંત્રી દ્વારા સતત પાંચ દિવસ સુધી યોજનાની વિગતવાર માહિતી આપવાના ક્રમને ક્રૂર મજાક ગણાવ્યો હતો. વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સોનિયા ગાંધીની આગેવાનીમાં થનારી બેઠકમાં 22 દળોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા..