Site icon

સોનિયા ગાંધીએ વિરોધી દળની બેઠકમાં કેન્દ્ર સરકારને ઘેરી, કહ્યું ‘લોકડાઉન અંગે સરકાર અનિશ્ચિત છે, બહાર નીકળવાની યોજના નથી’

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી 

Join Our WhatsApp Community

22 મે 2020

કોરોના મહામારીને લઈને ઊભી થયેલી પરિસ્થિતિ માટે મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષી દળો એકજૂટ થઈ રહ્યા છે. દેશની હાલની પરિસ્થિતિ જોતાં કોંગ્રેસના કાર્યકાળી અધ્યક્ષ સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં સમાન વિચારધારાવાળા વિપક્ષી દળોની બેઠક થઇ હતી. બેઠકની શરૂઆતમાં ચક્રવાતી તૂફાન અમ્ફાનમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પછી સોનિયા ગાંધીએ મીટિંગની શરૂઆત કરી. બેઠકમાં વિપક્ષીદળોએ કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક અમ્ફાન ચક્રવાતી તોફાનને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાનો આગ્રહ કર્યો અને પ્રભાવિત રાજ્યોને આ આપદાના પ્રભાવથી નિપટવા માટે મદદની માગ કરી. સાથે સોનિયા ગાંધીએ લોકડાઉનથી બહાર આવવા માટે કેન્દ્ર સરકાર પાસે કોઇ રણનીતિ ન હોવાનો દાવો કરતા કહ્યુ કે આ સંકટના સમયે તમામ પાવર વડાપ્રધાન કાર્યાલય   સુધી મર્યાદિત રાખવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યુ હતું કે કોરોના મહામારી વિરુદ્ધ લડાઇને 21 દિવસમાં જીતવાની વડાપ્રધાનની પહેલ નિષ્ફ્ળ રહી છે. હવે લાગી રહ્યુ છે કે વાયરસ દવા બનશે ત્યાં સુધી હાજર રહેશે. મારુ માનવુ છે કે સરકાર લોકડાઉન માપદંડોને લઇને ચોક્કસ ન હતી, તેની પાસે લોકડાઉનથી બહાર આવવાની કોઇ રણનીતિ નથી. વડાપ્રધાન તરફથી 20 લાખ કરોડ રુપિયાના આર્થિક પેકેજની જાહેરાત અને નાણામંત્રી દ્વારા સતત પાંચ દિવસ સુધી યોજનાની વિગતવાર માહિતી આપવાના ક્રમને ક્રૂર મજાક ગણાવ્યો હતો. વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સોનિયા ગાંધીની આગેવાનીમાં થનારી બેઠકમાં 22 દળોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા..

Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા ગાંધીધામ-સિયાલદહ સ્પેશલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version