News Continuous Bureau | Mumbai
Viksit Bharat Sankalp Yatra: સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી જનજન સુધી પહોંચાડવા અને જેમના સુધી આ યોજનાનો લાભ ન પહોંચ્યો હોય તેઓને લાભ મળે અને સશક્ત થાય તે હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો આજથી રાજ્યની વિવિધ મહાનગર પાલિકા ( Municipal Corporation ) વિસ્તારોમાં શુભારંભ થયો છે. શહેરી વિસ્તારની આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તમામ મહાનગર પાલિકાઓના વિવિધ વોર્ડ અને નગરપાલિકા વિસ્તારોને આવરી લેશે અને કેન્દ્ર સરકારની ( Central Govt ) વિવિધ યોજનાઓનો લાભો છેવાડાના તમામ લાભાર્થીઓ સુધી પહોંચે તે દિશામાં યોગદાન આપશે.
અમદાવાદના ( Ahmedabad ) વસ્ત્રાપુર ખાતેથી આજે રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ( Jagdishbhai Vishwakarma ) અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન ( Pratibhaben Jain ) પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Grand launch of Bharat Sankalp Yatra developed in all metropolitan palika areas of the state including Ahmedabad, Vadodara, Rajkot, Jamnagar.

Grand launch of Bharat Sankalp Yatra developed in all metropolitan palika areas of the state including Ahmedabad, Vadodara, Rajkot, Jamnagar.
આ રથ પ્રસ્થાન કાર્યક્રમ પ્રસંગે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, આખો દેશ જ્યારે દિવાળીની રજાઓ મનાવી રહ્યો હતો ત્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, વંચિત, છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ થકી વિકાસને પહોંચાડવાના સંકલ્પ સાથે ‘સરકાર તમારે દ્વાર’ સૂત્ર સાથે ઝારખંડથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. એ જ રીતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પ્રત્યેક નાગરિક સુધી જનકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાના ઉમદા ઉદ્દેશ સાથે અંબાજીથી રાજ્યની સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો.
વડોદરામાં ( Vadodara ) સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, મેયર પિન્કીબેન સોનિ મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા, ધારાસભ્યો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ લાભાર્થીઓને વિવિધ યોજનાનાઓની માહિતી આપીને લાભો આપવામાં આવ્યા આ પ્રસંગે લાભાર્થીઓ સરકાર પ્રત્યે આભાર પ્રદર્શિત કર્યો હતો.

Grand launch of Bharat Sankalp Yatra developed in all metropolitan palika areas of the state including Ahmedabad, Vadodara, Rajkot, Jamnagar.

Grand launch of Bharat Sankalp Yatra developed in all metropolitan palika areas of the state including Ahmedabad, Vadodara, Rajkot, Jamnagar.
ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી તેનો લાભ અને આવી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને તે અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તા. ૨૮-૧૧-૨૦૨૩ થી તા. ૧૬-૧૨-૨૦૨૩ દરમ્યાન “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું આયોજન તમામ વોર્ડ વિસ્તારોમાં કરવામાં આવેલ છે. જે અંતર્ગત “વિકસિત ભારત સંક૯૫ ચાત્રા’નો શુભારંભ કાર્યક્રમગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુકલ ના વરદ હસ્તે તથા વડોદરા મેયર શ્રીમતી પિન્કીબેન સોનીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.વડોદરાના સમા વિસ્તારમાં સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ,મનીષાબેન વકીલ કેયુરભાઈ રોકડીયા ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ ડો.વિજય શાહ,મ્યુ. કમિશ્નર દિલીપ રાણા ઉપસ્થિત રહ્યાં હતાં.
જામનગર ( Jamnagar ) શહેરમાં આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જનજાતિ ગૌરવ દિવસ અને વિકસિત ભારત સંપલ યાત્રાનો શુભારંભ કરાવતા ગુજરાત રાજ્યના.કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા સાથે જ જામનગર સાંસદ પૂનમબેન માડમ, શહેરના ધારાસભ્ય દિવ્યશ અકબરી તેમજ રિવાબા જાડેજા અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ચેરમેન નિલેશભાઇ કગથરા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મ્યુનિસિપલ કમીશ્નર ડી.એન.મોદી વિગેરેની ઉપસ્થિતિમાં ભારત સંકલ્પ યાત્રાના રથનો પ્રારંભ થયો, આ તકે લાભાર્થીઓને લાભ નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.

Grand launch of Bharat Sankalp Yatra developed in all metropolitan palika areas of the state including Ahmedabad, Vadodara, Rajkot, Jamnagar.

Grand launch of Bharat Sankalp Yatra developed in all metropolitan palika areas of the state including Ahmedabad, Vadodara, Rajkot, Jamnagar.
આ સમાચાર પણ વાંચોઃ Uttarkashi tunnel : શું ઉત્તરકાશી સિલ્ક્યારા ટનલ દુર્ઘટના માટે અદાણી ગ્રુપ જવાબદાર છે? આ બાબતે બિઝનેસ ગ્રુપે આપી સ્પષ્ટતા.. જાણો શું છે વાસ્તવિકતા
રાજકોટ ( Rajkot ) મહાનગર પાલિકા દ્વારા દરેક વોર્ડમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાનાર છે, જેનો શુભારંભ રાજયના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.
મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ઉદબોધન કરતા જણાવ્યુ હતું કે, છેવાડાના માનવી સુધી જઈને તેને યોજનાની માહિતી, માર્ગદર્શન અને લાભ આપવામાં આવે તેવુ આયોજન દેશમાં પહેલીવાર જોવા મળ્યું છે. દેશના ઇતિહાસમાં અનેક નેતાઓ- સરકારો આવી પરંતુ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિ દ્વારા આ અભૂતપૂર્વ આયોજન શક્ય બન્યું છે, આ યાત્રા સમાજના તમામ વર્ગના લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા અને તેમને વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં ચાવીરૂપ સાબિત થશે. પ્રધાનમંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારનો નિર્ધાર છે કે તમામ નાગરિકો સુધી આવાસ, પાણી, વીજળી, સ્વાસ્થ્ય, સ્વરોજગાર વગેરે પાયાની સુવિધાઓ પહોંચે. આ સુવિધાઓ પહોંચાડીને તેમને ગરીબીમાંથી બહાર કાઢવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્વલા યોજના, પીએમ સ્વનિધી યોજના વગેરે વિવિધ યોજનાઓ દ્વારા બહુઆયામી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Grand launch of Bharat Sankalp Yatra developed in all metropolitan palika areas of the state including Ahmedabad, Vadodara, Rajkot, Jamnagar.

Grand launch of Bharat Sankalp Yatra developed in all metropolitan palika areas of the state including Ahmedabad, Vadodara, Rajkot, Jamnagar.
ગુજરાત રાજ્યની 8 મહાનગરપાલિકામાં આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કરાવવામાં આવ્યો છે જેમાં ભાવનગર મોતીબાગ ટાઉનહોલ ખાતેથી નાયબ દંડક રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. વિવિધ 17 કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સીધો જ મળી રહે તેવા સુદ્રઢ આયોજનના આ કાર્યક્રમમાં સાંસદ ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, મનપા કમિશ્નર સહિતના લોકો જોડાયા હતા અને લીલીઝંડી ફરકાવી રથને પ્રસ્થાન કરાવ્યું હતું.

Grand launch of Bharat Sankalp Yatra developed in all metropolitan palika areas of the state including Ahmedabad, Vadodara, Rajkot, Jamnagar.

Grand launch of Bharat Sankalp Yatra developed in all metropolitan palika areas of the state including Ahmedabad, Vadodara, Rajkot, Jamnagar.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.