ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 જુલાઈ 2020
અમેરિકામાં ભારતીય નાગરિકોએ સ્થાયી રહેવાસી પ્રમાણપત્ર અથવા ગ્રીન કાર્ડ મેળવવા માટે લાંબી રાહ જોવી પડશે. હાલની સ્થિતિ જોતાં વેઇટિંગ લિસ્ટને ક્લીયર થતાં 195 વર્ષ લાગે તેમ છે. રિપબ્લિકન પાર્ટીના એક ટોચના સાંસદનું કહેવું છે કે તેમણે પોતાના સાંસદોને આ સમસ્યાનો ઉકેલ લાવવા એક કાનૂની પ્રસ્તાવ મુકવાની અપીલ પણ કરી છે. નોંધનીય છે કે ગ્રીનકાર્ડ દસ્તાવેજ એક પૂરાવો છે જે સ્થાયી રીતે અહીં રહેવાનો વિશેષાધિકાર આપે છે.
અમેરિકન સાંસદ માઇક લીએ કહ્યું કે હાલની ગ્રીન કાર્ડ નીતિમાં ઇમીગ્રેન્ટના બાળકો માટે કંઇ જ વ્યવસ્થા નથી. જેમના માતા-પિતા કે જેમનું મોત થઇ ચૂક્યું છે ના ગ્રીન કાર્ડની અરજીને છેવટે અસ્વીકાર કરી દેવાય છે કેમ કે અરજીકર્તા પાસે નોકરી નથી હોતી. લીએ સંસદમાં કહ્યું કે ‘ભારતથી હાલમાં આવતી કોઇ પણ વ્યક્તને ઇબી-3 ગ્રીન કાર્ડ હાંસલ કરવા માટે 195 વર્ષ લાગશે.’ નાણાકીય વર્ષમાં શ્રેણી ~ (ઇબી1)માં 9008, શ્રેણી 2 (ઇબી2)માં 2908 અને શ્રેણી 3 (ઇબી3)માં 5083 ભારતીય નાગરિકોને ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા હતા. ઇબી 1-3 એક અલગ શ્રેણીનું રોજગાર આધારિત ગ્રીન કાર્ડ છે.
સેનેટર માઈક લીએ જણાવ્યું હતું કે, આ દ્વિપક્ષીય સમજૂતીથી બેકલોગમાં ફસાયેલા ઇમિગ્રન્ટ શ્રમિકો અને તેમના પરિવારને સુરક્ષા મળશે. જે મૂળ બિલમાં નહોતો. તેઓ પોતાની ઈમિગ્રન્ટની ઓળખ ગુમાવ્યા વિના નોકરી, મુસાફરી કરી શકશે. આમ મજૂરોના બાળકો આજીવન સુરક્ષિત રહેશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com