ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
તામિલનાડુના કન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ પણ નથી રહ્યા.
સાત દિવસ બાદના સંઘર્ષ બાદ બેંગલુરુની હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા છે.
ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બેંગલુરુ કમાન્ડ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ હતા, અહીં તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં હતા.
ભારતીય એરફોર્સ દ્વારા ટ્વિટ કરી આ વાતની જાણકારી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ 14 સવાર લોકોમાંથી એકમાત્ર આ દુર્ઘટનામાં બચ્યા હતાં. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.