ગુજરાત હાઇકોર્ટે સુનવણી દરમ્યાન કહ્યું કે ગુજરાત માં જમીની હકીકત કંઈક અલગ છે અને કાગળ પરની હકીકત અલગ છે. અમે સરકારની કામગીરીથી ખુશ નથી. સરકાર કાગળ પર ગુલાબી ચિત્ર બતાવી રહી છે.
સીનિયર એડવોકેટ શાલીન મહેતાએ 7થી8 દિવસના લૉકડાઉનની માંગ કરી
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી સિનિયર એડવોકેટ પર્સિ કવિનાએ અમદાવાદ, સુરત, વડોદરા અને અન્ય જગ્યાએ 108, રેમડેસિવિર અને ઓક્સિજનના અભાવની રજૂઆત કરી હતી.
