News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ પાર્ટીએ (Congress party) 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) માટે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. આ દસ્તાવેજમાં ગુજરાતના લોકો માટે મહિલાઓથી લઈને ખેડૂતો સુધીના ઘણા ભવ્ય વચનો છે. ખાસ કરીને એક વચન ઘણું ધ્યાન ખેંચે છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે, જો તે સત્તામાં આવશે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું (Narendra Modi Stadium) નામ બદલીને સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar Patel Stadium) કરી દેશે.
આ સમાચાર પણ વાંચો: મોટી કાર્યવાહી. રિઝર્વ બેંકે આ બેંક પર લગાવી દીધું તાળું, જાણો હવે ગ્રાહકોના પૈસાનું શું થશે?
ઉલ્લેખનીય છે કે અમદાવાદના મોઢેરા સ્ટેડિયમ (Modhera Stadium) ના ક્રિકેટ મેદાન નું નામ (Name of cricket ground) નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આપવામાં આવ્યો છે. જ્યારે આ નામકરણ થયું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જોરદાર વિરોધ કર્યો હતો. હવે તેમણે પોતાના વિરોધને ચૂંટણીના મેનિફેસ્ટો માં સ્થાન આપી દીધું છે
Join Our WhatsApp Community