News Continuous Bureau | Mumbai
Jagdeep Dhankhar Gukesh D: રાજ્યસભાના માનનીય અધ્યક્ષ જગદીપ ધનખરે આજે ઉપલા ગૃહમાં ગુકેશ ડીને સૌથી નાની ઉંમરમાં વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. નીચે તેમના શુભેચ્છા સંદેશનો મૂળપાઠ છે:
“માનનીય સભ્યો, હું અત્યંત પ્રસન્નતાની સાથે ભારતીય રમતગમતના ઈતિહાસમાં એક શાનદાર ઉપલબ્ધિ શેર કરું છું, જેણે વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે. આપણા 18 વર્ષીય ચેસ ખેલાડી ડી. ગુકેશે 12મી ડિસેમ્બર, 2024ના રોજ સિંગાપોરમાં એક અદભૂત મુકાબલામાં ચીનના ડીંગ લિરેનને હરાવીને સૌથી નાની ઉંમરના વિશ્વ ચેસ ચેમ્પિયન ( World Chess Championship ) તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.”
આ અદભૂત વિજય ચેસબોર્ડની ( Gukesh D World Chess Champion ) બહાર પણ ગુંજી રહ્યો છે. જે વૈશ્વિક ક્ષિતિજ પર દરેક ક્ષેત્રમાં ભારતની ઓળખ બનાવે છે. ગુકેશની અભૂતપૂર્વ જીત માત્ર આપણા રમતગમતના વારસાને જ પ્રતિબિંબિત કરતી નથી પણ ભારતમાં સંશોધનનું પ્રતીક પણ છે, જ્યાં યુવા દિગ્ગજો વિશ્વ મંચ પર છવાઈ જવા આતુર છે. આ ઓલિમ્પિક 2036ની યજમાની માટે બીડ લગાડવાના આપણા સંકલ્પને વધુ મજબૂત કરે છે.
“On behalf of the august House and our illustrious nation, I convey our profound acclaim to D. Gukesh as our magnificent tricolour stands in Singapore. It carries skyward the indomitable spirit and soaring aspirations of 1.4 billion Indians.”
Hon’ble Chairman Rajya Sabha, Shri… pic.twitter.com/WV9Q0mzo9r
— Vice-President of India (@VPIndia) December 13, 2024
આ સમાચાર પણ વાંચો : Snake Bite Video : આ ભાઈએ સાપને કર્યું ચુંબન, પછી જે થયું તે જોઇ પરસેવો છૂટી જશે, જુઓ વાયરલ વીડિયો
ગૌરવશાળી ગૃહ અને આપણા રાષ્ટ્ર વતી, હું ડી. ગુકેશની હ્રદયપૂર્વક પ્રશંસા કરું છું કારણ કે આજે સિંગાપોરમાં આપણો ભવ્ય ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. જે 1.4 અબજ ભારતીયોની અદમ્ય ભાવના અને વધતી આકાંક્ષાઓને આકાશ તરફ લઈ જાય છે.”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)