News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી(President election) માટેની મતદાન(Voting)ની પ્રક્રિયા હવે જ્યારે પૂરી થઈ ગઈ છે ત્યારે એક ચોંકાવનારી વિગત બહાર આવી છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ના સાંસદ સભ્ય સની દેઓલ અને કેન્દ્રીય મંત્રી સંજય ધોત્રે(Sanjay Dhotre)એ મતદાન નથી કર્યું. આ ઉપરાંત કોંગ્રેસ(Congress)ના મોહમ્મદ સાદિક, શિવસેના પાર્ટી ના ગજાનન કિર્તીકર, બહુજન સમાજવાદી પાર્ટી(BSP) ના અતુલ સિંહ, એમઆઈએમ(MIM)ના ઇમ્તિયાઝ જલીલ, સમાજવાદી પાર્ટી(SP)ના શફીકુલ રહેમાન બરાક તેમજ દ્રમુકના ટી. આર. પારીવેન્દરધરએ મતદાન નથી કર્યું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ભાજપના લઘુમતી મહિલા મોરચાના પ્રમુખ પર જાહેરમાં થયો હુમલો- જુઓ વિડીયો- જાણો વિગતે
