News Continuous Bureau | Mumbai
ઇન્ટરપોલે(Interpol) ફરી એકવાર ભારતને ઝટકો આપી ખાલિસ્તાન(Khalistan), અલગાવવાદી ગુરપતવંતસિંહ પન્નુ(Separatist Gurpatwantsingh Pannu) વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ(Red Corner Notice) ઇસ્યુ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આવું બીજી વાર બન્યું છે જયારે ઇન્ટરપોલે કેનેડા (Canada) સ્થિત શીખ ફોર જસ્ટીસ(Sikhs for Justice ) ના સમર્થક અને ખાલિસ્તાનના સમર્થક(Supporter of Khalistan) સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની ના પાડી દીધી છે.
ઇન્ટરપોલે જણાવ્યું હતું કે ભારતીય અધિકારી(Indian officer) પોતાના મામલાઓના સમર્થન કરવા માટે પુરતા પુરાવા આપી શકતા નથી. સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ઈન્ટરપોલે જ એ સંકેત આપ્યા હતા કે યુએપી કાયદો(UAP Act) દુરુપયોગ માટે બનાવવામાં આવ્યો છે જે અંતર્ગત ભારતને રેડ કોર્નર નોટિસ માટે કહેવામાં આવ્યું હતું. ઈન્ટરપોલે કહ્યું હતું કે આ કાયદાનો પ્રયોગ સરકારના આલોચકો, લઘુમતી સમૂહો અને અધિકાર કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવા માટે બનાવાયો છે. જોકે ઇન્ટરપોલે સ્વીકાર્યું હતું કે પન્નુ એક હાઈ પ્રોફાઈલ શિખ અલગાવવાદી છે.
આ સમાચાર પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં આગામી વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી- જમ્મુના ડે- કમિશનરે વોટર રજીસ્ટ્રેશન માટે બહાર પાડ્યો આ આદેશ
એસએફજે(SFJ) એક એવું ગ્રુપ છે જે એક સ્વતંત્ર ખાલીસ્તાનની માંગણી(demand for independent vacancy) કરે છે, ઇન્ટરપોલે કહ્યું હતું કે પન્નુની ગતિવિધિનો એક સ્પષ્ટ રાજનીતિક હેતુ છે. જે ઈન્ટરપોલના બંધારણ મુજબ રેડ કોર્નરનો વિષય ન હોઈ શકે.