Site icon

કોરોના પહોંચ્યો પતંજલિ યોગ પીઠ સુધી . જાણો વિગત.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 23 એપ્રિલ 2021.
શુક્રવાર.
   કોરોનાની બીજી લહેર દેશના ખૂણા ખૂણા સુધી પહોંચી ગઈ છે. ઉત્તરાખંડ માં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. યોગગુરુ  બાબા રામદેવની પતંજલિ યોગપીઠ સુધી પણ કોરોના પહોંચી ગયો છે.  હરિદ્વારના પતંજલિ યોગપીઠમાં, 83 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. માહિતી અનુસાર 10 એપ્રિલ થી અત્યાર સુધી  કુલ 83 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. 
         CMO ના જણાવ્યા અનુસાર પંતજલિ યોગ પીઠની 3 જુદી જુદી સંસ્થાઓમાં કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેમાં  46 કોરોના સંક્રમિત પતંજલિ યોગપીઠ, 28 યોગ ગ્રામ અને 9 કોરોના સંક્રમિત આચાર્યકુલમમાંથી મળી આવ્યા છે. જે વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, તેમને આઇસોલેટ કરી દીધા છે. આરોગ્ય વિભાગની ટીમ જરૂર પડે તો સ્વામી રામદેવની પણ કોરોના ટેસ્ટ કરી શકે છે. જોકે બાબા રામદેવના પ્રવક્તાએ આ વાતનો ઇનકાર કર્યો હતો.


   જોકે  સ્વામી રામદેવના પ્રવક્તા એ ટ્વીટ કરીને આ વાતનું ખંડન કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, "મીડિયામાં ગેરમાર્ગે દોરતી / પાયાવિહોણી અફવાઓનું ધ્યાન રાખીને અમે ચેતવણી આપી છે કે કોઈ ખોટા સમાચારને ફેલાવવા ન જોઈએ. આઇપીડી ઇન્ડોર દર્દીઓના જરૂરી કોરોના પરીક્ષણનું કેન્દ્ર રહ્યું છે. જેઓ કોરોના પોઝિટિવ આવે છે તેમને પ્રવેશ આપવામાં આવતો નથી. યોગગ્રામ, નિરમયમ, આચાર્યકુલમ પતંજલિ સંસ્થાઓમાં કોઈ પણ કોરોના પોઝિટિવ નથી."

Join Our WhatsApp Community

હવે વિરાર ના કોવિડ સેન્ટરમાં લાગી મોટી આગ. તેર દર્દીઓ જીવતા બળી ગયા જાણો વિગત…
       ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવ પણ કોરોનાના ઉપચાર અર્થે દવા માર્કેટમાં લાવ્યા હતા. તેમણે એવો દાવો કર્યો હતો કે  તેમની દવા કોરોનીલ ,કોરોના રોકવામાં ખૂબ ઉપયોગી થશે. જોકે પછીથી આ દવા અંગે વિવાદ પણ થયો હતો.

Chardham Yatra: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા મોંઘી, ભાડામાં થયો અધધ આટલા ટકા નો વધારો; જાણો કેટલી ચૂકવવી પડશે કિંમત
Vande Bharat Sleeper: ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ સેવા માટે ઉપલબ્ધ, જાણો ક્યારે અને કયા શહેર માટે કરવામાં આવશે શરૂ
Congress MP: બૂટ ભીના ન થાય તે માટે પૂર પીડિતના ખભા પર ચડી ગયા કોંગ્રેસના સાંસદ; સોશિયલ મીડિયા પર થયા જોરદાર ટ્રોલ, જુઓ વિડીયો
Red Fort theft: લાલ કિલ્લામાંથી ચોરાયેલો કરોડોનો કળશ હાપુડમાંથી મળ્યો, આરોપીએ કબૂલ્યું કે એક નહીં પણ આટલા ની કરી હતી ચોરી
Exit mobile version