ભાજપને ટેકો આપતા ત્રણ અપક્ષોએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. મંગળવારે ત્રણેય ધારાસભ્યો રોહતક પહોંચ્યા અને વિપક્ષના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ઉદય ભાનની હાજરીમાં પત્રકાર પરિષદ યોજી. દાદરીથી અપક્ષ ધારાસભ્યો સોમબીર સાંગવાન, પુંડરીથી રણધીર ગોલન અને નીલોખેરીથી ધરમપાલ ગોંધરે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે.
Hariyana : હાલમાં હરિયાણા વિધાનસભામાં 90માંથી 88 સભ્યો છે.
હાલમાં વિધાનસભાના 88 ધારાસભ્યોમાંથી 40 ભાજપના, 30 કોંગ્રેસના, 10 જેજેપીના, એક INLD અને એક હરિયાણા લોકહિત પાર્ટીના છે. હાલમાં છ સભ્યો અપક્ષ છે. જેમાંથી ત્રણ કોંગ્રેસના સમર્થનમાં છે અને બે ભાજપના સમર્થનમાં છે. ભાજપને 88 બેઠકો પર બહુમત માટે 45નો આંકડો જોઈએ. જેમાંથી 40 ધારાસભ્યો ભાજપના પોતાના છે, બે અપક્ષ છે અને હાલોપાના એક ધારાસભ્યને ભાજપનું સમર્થન છે.