ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો.
મુંબઈ
07 ઓગસ્ટ 2020
ક્રિકેટર મોહમ્મદ સામીની પત્ની હસીન જહાંએ અયોધ્યા ખાતે રામ મંદિરના શિલાન્યાસ અવસરે સર્વે ભારતવાસી ઓને શુભેચ્છા પાઠવી હતી. જે કારણે કટ્ટરપંથીઓએ હસીન જહાંને જીવથી મારી નાંખવાની ખુલ્લી ધમકી આપી છે..
અયોધ્યામાં બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર ખાતે ભૂમિપૂજન કર્યું હતું. આ અંગે હસીન જહાંએ એક પોસ્ટર શેર કરીને ચાહકોને અભિનંદન આપ્યા હતા. હસીન જહાં દ્વારા શેર કરેલા ફોટામાં ભગવાન શ્રીરામ અને સૂચિત રામ મંદિરનો ફોટો બતાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 2018 માં હસીન જહાં પતિ મોહમ્મદ શમી પરના આરોપોથી હંગામો થયો હતો. તેણે શમી પર મેચ ફિક્સિંગનો આરોપ મૂક્યો હતો, સાથે જ શમીના ભાઈ સામે બળાત્કારના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે આક્ષેપ પણ કર્યો હતો કે શમીના અનેક મહિલાઓ સાથે સંબંધો છે, પરંતુ કોઈ વાતનાં પુરાવા ન મળતાં, બીસીસીઆઈએ શમીને ક્લિનચીટ આપી હતી…