Gandhi Nirvana Day: ગાંધી નિર્વાણ દિન પર રક્તપિત રોગ વિરૂદ્ધ જાગૃતિ માટે આરોગ્ય વિભાગ દ્વારા રેલી શરૂ, આ તારીખ સુધી ચાલશે અવેરનેસ કેમ્પેઈન

Gandhi Nirvana Day: ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈનના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે જનજાગૃતિ રેલી યોજાઈઃ

by khushali ladva
Health Department starts rally to create awareness against blood clots on Gandhi Nirvana Day

News Continuous Bureau | Mumbai

  • તા.૩૦મી જાન્યુઆરી થી ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન રક્તપિત વિશે લોકોમાં જનજાગુતિ માટે કાર્યક્રમો હાથ ધરાશે
  • સુરત જીલ્લામાં રક્તપિત રોગનો પ્રમાણદર ૧૦,૦૦૦ની વસ્તીએ ૦.૬૧ અને તાપી જીલ્લામાં ૨.૦૬ છે.
  • નવ વર્ષ દરમિયાન પગમાં બધીરતા ધરાવતાં ૬૯૬૫ અને ૩૩૦૩ રક્તપિતગ્રસ્તોને માઈક્રો સેલ્યુલર રબર પગરખાં (એમ.સી.આર.) પુરા પાડવામાં આવ્ય

Gandhi Nirvana Day: દર વર્ષની જેમ રકતપિત્ત રોગને લઈને લોકો માં જાગૃતતા વધે તેને રોકવાના સહિયારા પ્રયાસો હાથ ધરી શકાય તેવા આશયથી તા.૩૦મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન નિમિત્તે નવી સિવિલ સ્થિત સરકારી નર્સીંગ કોલેજ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અનિલ પટેલે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. શરૂઆતમાં સૌને પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરીને તમામ હાજર આરોગ્ય કર્મચારીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ૧૪ જેટલા પાયાના આરોગ્ય કર્મચારી/અધિકારીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ અવસરે ડો.યોગેશ પટેલ ( હેડ ઓફ સ્કીન ડીપાર્ટમેન્ટ નવી સીવીલ હોસ્પીટલ, સુરત), ડો.કેતન નાયક ( નિવાસી તબીબી અધિકારી, નવી સિવિલ હોસ્પિટલ, સુરત), શ્રી ઇકબાલ કડીવાલા ,વાઇસ પ્રેસિડન્ટ (નર્સિંગ બોર્ડ ગુજરાત), પ્રિન્સિપાલ ફિઝિયોથેરાપી કોલેજ, પ્રિન્સિપાલ નર્સિંગ કોલેજ, જીલ્લા ક્ષય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી,ચોર્યાસી તાલુકા આરોગ્ય અધિકારી, શ્રી ઇકબાલ કડીવાલા, ઓલપાડ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી, ઉમરપાડા અને નાયબ આરોગ્ય આધિકારી(સુ.મ્યુ.કોર્પો.) રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.

Health Department starts rally to create awareness against blood clots on Gandhi Nirvana Day

Health Department starts rally to create awareness against blood clots on Gandhi Nirvana Day

 

 

 

 

 

 

 

 

 

Gandhi Nirvana Day: રેલીમાં લેપ્રસી વિભાગ અને નવી સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો, નર્સીંગ સ્ટાફ, નર્સીંગ સ્ટુડન્ટ, ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ, એમ.પી.એચ.ડબ્લ્યુ., એસએસઆઇ એસએમસી અને પેરામેડીકલ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કર્મીઓ રેલીમાં જોડાયા હતા.
જન-જાગૃતિ અંગેની રેલીનો ઉદ્દેશ લેપ્રસીના દર્દી સાથે આપણે કોઇપણ પ્રકારનો ભેદભાવ કરીશું નહી અને રકતપિત્તથી પ્રભાવિત વ્યક્તિઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવાની મંજૂરી આપશું નહીં. આપણે વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે રકતપિત્ત અસરગ્રસ્ત વ્યક્તિઓ સામે ઘૃણા કે ભેદભાવને દૂર કરવા અને રકતપિત્ત નાબૂદી માટે યોગદાન આપવા બાપુએ કરેલ રકતપિત્ત દર્દીઓની સેવા અને કામગીરી મુજબ બાપુની શ્રધ્ધા અને માન્યતા પર કામ કરીશું. આપણે સૌ સંકલ્પ કરીએ કે “ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઇતિહાસ બનાવીએ”સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન(SLAC), “Together, let us raise awareness, dispel misconceptions and ensure that no one affected by leprosy is left behind” રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જીલ્લાઓમાં ગ્રામસભાના માધ્યમથી રક્તપિત વિશે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી હતી. જેની સાથે સુરત અને તાપી જીલ્લામાં પણ તેની શરુઆત કરવામાં આવી.

Health Department starts rally to create awareness against blood clots on Gandhi Nirvana Day

Health Department starts rally to create awareness against blood clots on Gandhi Nirvana Day

 

 

 

 

 

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચો: India Post: ટપાલ વિભાગમાં જીવન વીમા એજન્ટની નીકળી ભરતી, આ તારીખના થશે વોક ઇન ઈન્ટરવ્યૂ.

Gandhi Nirvana Day: “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત ૨૦૨૫ના વર્ષ દરમિયાન “ચાલો સૌ સાથે મળીને જનજાગૃતિ લાવીએ, ગેરમાન્યતાઓ દૂર કરી ખાતરી કરીએ કે રક્તપિત્તથી પ્રભાવિત કોઈપણ વ્યક્તિ છૂટી ન જાય” તે થીમ પર તા.૩૦મી જાન્યુઆરી થી ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન રક્તપિત વિશે લોકોમાં જનજાગુતિ આવે તે માટે નીચેની કામગીરી હાથ ઘરવામાં આવશે. સુરત જીલ્લામાં રક્તપિત રોગનો પ્રમાણદર ૧૦,૦૦૦ની વસ્તીએ ૦.૬૧ અને તાપી જીલ્લામાં રક્તપિત રોગનો પ્રમાણદર ૧૦૦૦૦ ની વસ્તીએ ૨.૦૬ છે. જ્યારે ગુજરાત રાજ્યનો રક્તપિત રોગનો પ્રમાણદર ૧૦૦૦૦ ની વસ્તીએ ૦.૪૦ છે. ડિસેમ્બર -૨૦૨૪ અંતિત કુલ ૧૨ માંથી ૮ હાઈએન્ડેમીક જીલ્લાઓ (વડોદરા, પંચમહાલ, નર્મદા, મહીસાગર, સુરત, વલસાડ, દાહોદ અને છોટાઉદેપુર) માં રોગનું પ્રમાણદર ૧ કરતા ઓછું લાવવામાં સફળતા મળી છે.
વિશ્વમાં દર જાન્યુઆરી મહિનાનો છેલ્લો રવિવાર રક્તપિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં રક્તપિત રોગને લઈને લોકોમાં જાગૃકતા વધે અને તેને રોકવા માટેના સહિયાર પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી ઉજવણી થાય છે. ધણા સમય સુધી રક્તપિતને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. કેટલાક લોકો માને છે કે, આ રોગ સ્પર્શ કરવાથી ફેલાય છે. જોકે આ વાત તદ્દન ખોટી છે. રક્તપિત સ્પર્શ કરવાથી ફેલાતો નથી. સંક્રમીત રોગ હોવા છતાં પણ સ્પર્શ કરવાથી, હાથ મિલાવવાથી, સાથે ઉઠાવા-બેસવાથી ફેલાતો નથી.

Health Department starts rally to create awareness against blood clots on Gandhi Nirvana Day

Health Department starts rally to create awareness against blood clots on Gandhi Nirvana Day

 

 

 

 

 

 

 

 

 

 

 

Gandhi Nirvana Day: રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી રક્તપિતને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળની વચ્ચે વર્ષ ૨૦૨૦-૨3 દરમ્યાન રક્તપિતના વણશોધાયેલ દર્દીઓ શોધવા એકટીવ કેસ ડીટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઈન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઈન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સધન કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરત અને તાપી જીલ્લામાં છેલ્લા સાત વર્ષમાં અનુક્રમે ૩૯ અને ૧૧ જેટલી રીકન્સ્ટ્રકટીવ સર્જરી કરી દર્દીઓની વિકૃતિ દૂર કરવામાં આવી છે. સુરત અને તાપી જીલ્લામાં વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૩-૨૪ (ડીસેમ્બર -૨૦૨૪ અંતિત) સુધીમાં અનુક્રમે રક્તપિતના કારણે પગમાં બધીરતા ધરાવતાં કુલ-૬૯૬૫ અને ૩૩૦૩ રક્તપિતગ્રસ્તોને માઈક્રો સેલ્યુલર રબર પગરખાં (એમ.સી.આર.) પુરા પાડવામાં આવ્યા છે. જેના કારણે પગમાં બધીરતા ધરાવતાં રક્તપિતગ્રસ્તોને પગમાં ન રૂઝાય તેવા ચાંદા (અલ્સર) થી બચાવી શકાય છે. આવો જાણીએ રક્તપિત શું છે?
રક્તપિત માઈક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈપણ ઉમરે સ્ત્રી અથવા પુરુષ એમ બંને જાતિને થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિ થી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફતે ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઅઔષધિય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ /અપંગતા અટકાવી શકાય છે.

આ સમાચાર પણ વાંચો:  ભારે કરી.. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ બિહારના CM નીતિશ કુમાર પાડવા લાગ્યા તાળી, પછી સ્પીકરે… જુઓ વિડિયો..

Health Department starts rally to create awareness against blood clots on Gandhi Nirvana Day

Health Department starts rally to create awareness against blood clots on Gandhi Nirvana Day

 

 

 

 

 

 

 

 

 

 

Gandhi Nirvana Day: રક્તપિત રોગના ચિન્હો- લક્ષણો

(૧) શરીરના કોઈપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું.
(૨) જ્ઞાનતંતુઓ જાડા થવા તેમજ તેમા દુ:ખાવો થવો.

રક્તપિતના દર્દીને સારવાર કયાંથી મળે?
રક્તપિત કોઈપણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર, પ્રાથમિક આરોગય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડીસ્ટ્ર્રીકટ જનરલ હોસ્પિટલ ખાતે એમ.ડી.ટી. (મલ્ટી ડ્રગ થેરાપી) બહુઅઔષધિય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More