ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21, સપ્ટેમ્બર 2021
મંગળવાર.
અયોધ્યામાં રામ જન્મભૂમિનો વિવાદ પૂરો થઈ ગયો છે. હવે ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહના વિવાદને લઈ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. એક વર્ષ પહેલા આ વિવાદને લઈને કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ અરજીને રદ કરવી અથવા તેના પર સુનાવણી કરવી તેના પર સોમવારના જિલ્લા કોર્ટે નવેસરથી સુનાવણી થઈ હતી. જેમાં બંને પક્ષોએ પોતાની દલીલો કરી હતી.
ઉલ્લેખનીય છે કે લખનૌની રહેવાસી સહિત અડધો ડઝન લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કે ગયા વર્ષે 22 સપ્ટેમ્બરના સિવીલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન અને શાહી ઈદગાહ ઈંતજામિયા કમીટી વચ્ચે પહેલા જે સમજૂતી થઈ હતી. તે પૂરી રીતે ગેરકાયદેસર છે. અરજી મુજબ શાહી ઈદગાહને ધ્વસ્ત કરીને 13.37 એકર જમીન તેના મૂળ માલિક શ્રીકૃષ્ણ જન્મસ્થળ ટ્રસ્ટને સોંપી દેવી જોઈએ. પરંતુ અદાલતે આ દાવાને ફગાવી દીધો હતો. ત્યારબાદ સંબંધિત લોકોએ ફરી કોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન બે જજ બદલાઈ ગયા હતા. હવે નવા જજ આવવાની સાથે જ સોમવારે ફરી તેના પર સુનાવણી થઈ હતી. જેમાં ન્યાયાધીશ વિવેક સંગલે બંને પક્ષોને તેમના દાવા રજૂ કરવા કહ્યું હતું. લગભગ એક કલાક તેના પર કોર્ટમાં સુનાવણી ચાલતી રહી હતી. કોર્ટે બંને પક્ષની બાજુ સાંભળી લીધી હતી. હવે 29 સપ્ટેમ્બરના આ અરજીનો સ્વીકાર કરવો કે તેને ફગાવી દેવી તે બાબતે જજ નિર્ણય જાહેર કરશે.