News Continuous Bureau | Mumbai
Heatwave Alert: દેશમાં હાલ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં ગરમીનું મોજું ( Heatwave ) ચાલુ છે. રાજસ્થાનના ચુરુ અને હરિયાણાના સિરસામાં મંગળવારે (28 મે, 2024) તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું. જ્યારે દિલ્હીના મુંગેશપુર અને નરેલામાં 49 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.
મે મહિનાના મોટા ભાગના દિવસોમાં ગરમી યથાવત રહી હતી. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ એ છે કે જૂનમાં હવામાન ( weather ) કેવું રહેશે? જૂનમાં ગરમીથી રાહત મળશે કે નહીં? દરમિયાન, આ પ્રશ્નોના જવાબો આપતા હવામાન વિભાગે ( IMD ) નિવેદન આપતા જણાવ્યું હતું કે, જૂન મહિનામાં પણ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના મોટા ભાગના ભાગોમાં ગરમીનું મોજું આવવાની શક્યતા ( IMD Forecast ) રહેશે.
Heatwave Alert: દેશના મોટાભાગના ભાગોમાં જૂન મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે હોઈ શકે છે….
ભારતીય હવામાન વિભાગ ( IMD ) એ કહ્યું કે જૂન મહિનામાં દેશના અંધિકાંશ રાજ્યોમાં ગરમીનું મોજું રહેશે. આઇએમડીએ જણાવ્યું ( Weather Forecast ) હતું કે, “દક્ષિણ દ્વીપકલ્પના ભારતના ઘણા ભાગો સિવાય, જૂનમાં દેશના મોટાભાગના ભાગોમાં માસિક મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.”
આ સમાચાર પણ વાંચો: IRCTC : સસ્તા પેકેજમાં ધાર્મિક સ્થળોની લો મુલાકાત, IRCTC લાવ્યું છે આ શાનદાર ટૂર પેકેજ; જાણો ટિકિટ બુકિંગથી લઈને તમામ વિગતો
હવામાન વિભાગ (IMD) એ વધુમાં જણાવ્યું હતું કે દેશના મોટાભાગના ભાગોમાં જૂન મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે હોઈ શકે છે. IMDના વડા આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “જૂન મહિનામાં દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ભારતના મોટાભાગના ભાગોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ભેજનું ( humidity ) પ્રમાણ પણ વધશે.
Heatwave Alert: તીવ્ર ગરમીનું મોજું સામાન્ય કરતાં વધુ દિવસો સુધી રહી શકે છે…
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂન મહિનામાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગોમાં ઉત્તર મધ્ય પ્રદેશ અને ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં, તીવ્ર ગરમીનું મોજું સામાન્ય કરતાં વધુ દિવસો સુધી રહી શકે છે.
IMDના વડાએ આગળ કહ્યું હતું કે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં, સામાન્ય રીતે જૂન મહિનામાં ગરમીનું મોજું ત્રણ દિવસ સુધી રહે છે, પરંતુ આ વખતે આવી સ્થિતિ આ વિસ્તારોમાં બે-ચાર દિવસ વધુ રહી શકે છે.