ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 જુન 2020
કોરોના વાયરસ મહામારીનું સંકટ દેશમાં પોતાના મૂળિયા મજબૂત કરી ચૂક્યું છે. દિવસેને દિવસે સેંકડો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને આગળ પણ ચાલું જ છે. આખા દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં કોરોનાથી થનાર મોતનો મૃત્યુદર સૌથી વધુ હોવાનું જણાતા જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાત સરકારને ઘેરી છે, રાહુલ ગાંધીનું કહેવું છે કે, ગુજરાત મોડલની સચ્ચાઈ આખા દેશ સામે ઉજાગર થઈ ચૂકી છે.
રાહુલએ આપેલી આંકડાકીય માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુદર 6.25 ટકા છે, જે સૌથી વધુ છે.
રાહુલે પોતાની ટ્વીટમાં ગુજરાતની તુલના કોંગ્રેસ શાસિત રાજ્યો સાથે કરી છે.
રાહુલ ગાંધી દ્વારા જાહેર કરાયેલા આંકડા નીચે મુજબ છે.
– ગુજરાત: 6.25%
– મહારાષ્ટ્ર: 3.73%
– રાજસ્થાન: 2.32%
– પંજાબ: 2.17%
– પોડેચેરી: 1.98%
– ઝારખંડ: 0.5%
– છત્તીસગઢ: 0.35%
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 23 હજારથી ઉપર પહોંચી ગઈ છે, જ્યારે 1400થી વધુ લોકોએ કોરોનાથી મોત વ્હાલું કર્યું છે. કુલ કેસોના હિસાબથી ગુજરાત ટોપ 5 પ્રભાવિત રાજ્યોમાં સામેલ થઈ ચૂક્યું છે.. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર અમદાવાદ છે, આખા રાજ્યના લગભગ 70 ટકા કેસ આ શહેરમાં છે…