News Continuous Bureau | Mumbai
One Nation One Election: ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની ( Ram Nath Kovind ) અધ્યક્ષતામાં એક સાથે ચૂંટણીઓ પર રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ ભારતના આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂ ( Droupadi Murmu ) સાથે મુલાકાત કરી હતી અને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. 18,626 પૃષ્ઠોનો સમાવેશ કરતો આ અહેવાલ 2 સપ્ટેમ્બર, 2023ના રોજ તેની રચના થયા પછી 191 દિવસના હિતધારકો, નિષ્ણાતો અને સંશોધન કાર્ય સાથે વિસ્તૃત પરામર્શનું પરિણામ છે.
સમિતિના ( high level committee ) અન્ય સભ્યોમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ ( Amit Shah ) , રાજ્યસભાના ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા શ્રી ગુલામ નબી આઝાદ, 15માં નાણાં પંચના ભૂતપૂર્વ ચેરમેન શ્રી એન. કે. સિંહ, લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ સી. કશ્યપ, વરિષ્ઠ વકીલ શ્રી હરીશ સાલ્વે અને શ્રી સંજય કોઠારી, પૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર હતા. શ્રી અર્જુન રામ મેઘવાલ, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) કાયદા અને ન્યાય મંત્રાલય વિશેષ આમંત્રિત હતા અને ડૉ. નિટેન ચંદ્રા એચએલસીના સચિવ પણ સાથે ઉપસ્થિત હતા.
સમિતિએ વિવિધ હોદ્દેદારોના મંતવ્યોને સમજવા માટે વિસ્તૃત પરામર્શ કર્યો હતો. 47 રાજકીય પક્ષોએ તેમના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા, જેમાંથી 32 એ એક સાથે ચૂંટણીઓનું સમર્થન કર્યું હતું. ઘણા રાજકીય પક્ષોએ આ મામલે એચએલસી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અખબારોમાં પ્રકાશિત જાહેર નોટિસના જવાબમાં, ભારતભરના નાગરિકો તરફથી 21,558 પ્રતિભાવો પ્રાપ્ત થયા હતા. 80 ટકા ઉત્તરદાતાઓએ એક સાથે ચૂંટણીઓને ટેકો આપ્યો હતો. ભારતના ચાર ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશો અને મુખ્ય ઉચ્ચ અદાલતોના બાર ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશો, ભારતના ચાર ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરો, આઠ રાજ્ય ચૂંટણી કમિશનરો અને ભારતના કાયદા પંચના અધ્યક્ષ જેવા કાયદા પરના નિષ્ણાતોને સમિતિ દ્વારા રૂબરૂમાં વાતચીત માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ભારતના ચૂંટણી પંચના મંતવ્યો પણ માંગવામાં આવ્યા હતા.

High Level Committee submits its report on Aspirational India One Nation, One Election – Simultaneous Election Core
સીઆઈઆઈ, ફિક્કી, એસોચેમ જેવી સર્વોચ્ચ વ્યાપારી સંસ્થાઓ અને પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ સાથે પણ અસુમેળ ચૂંટણીઓના આર્થિક પ્રત્યાઘાતો અંગે તેમના મંતવ્યો રજૂ કરવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. તેઓએ ફુગાવાને વેગ આપવા અને અર્થતંત્રને ધીમું કરવા પર અસુમેળ ચૂંટણીઓની અસરને કારણે એક સાથે ચૂંટણીઓની આર્થિક આવશ્યકતાની હિમાયત કરી હતી. આ સંસ્થાઓ દ્વારા સમિતિને જણાવવામાં આવ્યું હતું કે, તૂટક તૂટક ચૂંટણીઓથી આર્થિક વિકાસ, જાહેર ખર્ચની ગુણવત્તા, શૈક્ષણિક અને અન્ય પરિણામો પર પ્રતિકૂળ અસરો પડે છે, આ ઉપરાંત સામાજિક સંવાદિતા ખોરવાઈ જાય છે.
આ સમાચાર પણ વાંચો : Statue of Unity: અભિનેતા અક્ષય કુમારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર ડોક્યુમેન્ટરી બનાવી, એપિસોડ જોતા જ થશે મુલાકાત લેવાનું મન; જુઓ વિડિયો
તમામ સૂચનો અને દૃષ્ટિકોણોની કાળજીપૂર્વકની વિચારણા કર્યા પછી, સમિતિ એક સાથે ચૂંટણીઓ તરફ દોરી જવા માટે બે-પગલાના અભિગમની ભલામણ કરે છે. પ્રથમ પગલા તરીકે, લોકોના ગૃહ અને રાજ્ય વિધાનસભાઓ માટે એક સાથે ચૂંટણીઓ યોજાશે. બીજા પગલામાં, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓને લોકોના ગૃહ અને રાજ્ય વિધાનસભાઓ સાથે એવી રીતે સમન્વયિત કરવામાં આવશે કે, પ્રજાના ગૃહ અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાય તેના સો દિવસમાં જ નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ યોજાય.

High Level Committee submits its report on Aspirational India One Nation, One Election – Simultaneous Election Core
આ સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે સરકારના ત્રણેય સ્તરની ચૂંટણીઓમાં ઉપયોગ માટે એક જ મતદાર યાદી અને મતદાર ફોટો ઓળખપત્ર (ઇપીઆઇસી) હોવું જોઇએ.
એક સાથે ચૂંટણીઓ માટેની કાર્યપ્રણાલીની શોધ કરવાના તેના આદેશને અનુરૂપ અને બંધારણના વર્તમાન માળખાને ધ્યાનમાં રાખીને, સમિતિએ તેની ભલામણો એવી રીતે તૈયાર કરી છે કે તે ભારતના બંધારણની ભાવનાને અનુરૂપ હોય અને બંધારણમાં ઓછામાં ઓછા સુધારાઓની જરૂર પડે.

High Level Committee submits its report on Aspirational India One Nation, One Election – Simultaneous Election Core
સર્વસમાવેશક વિચાર-વિમર્શ બાદ સમિતિ એ નિષ્કર્ષ પર આવી છે કે તેની ભલામણોથી મતદાતાઓની પારદર્શકતા, સર્વસમાવેશકતા, સરળતા અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે. એક સાથે ચૂંટણીઓ યોજવા માટેના પ્રચંડ સમર્થનથી વિકાસ પ્રક્રિયા અને સામાજિક એકતાને વેગ મળશે, આપણા લોકશાહીના પાયા વધુ ઊંડા થશે અને ભારતની આકાંક્ષાઓને સાકાર કરશે. એ જ તો ભારત છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.