ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧
મંગળવાર
જમ્મુ ઍરબેઝ પર થયેલા ડ્રૉન હુમલાને પગલે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને એક હાઈ લેવલ મિટિંગ કરી હતી. આ મિટિંગમાં ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ સહિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર હતા. આ મામલે લગભગ બે કલાક સુધી ગંભીર ચર્ચા અને મનોમંથન થયું હોવાના સમાચાર છે.
જમ્મુમાં વાયુસેનાના ઍરબેઝ પર થયેલા ડ્રૉન હુમલા અને આ ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં જોવા મળેલાં ડ્રૉન દેશ સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર ચિંતાનો વિષય છે. આ પટ્ટામાં સેનાના અનેક બેઝ સ્ટેશન આવેલાં છે. અગાઉ પણ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ આ બેઝને નિશાન બનાવ્યા છે. આ પ્રકારના ડ્રૉન દ્વારા કરાયેલો હુમલો આતંકવાદીઓ દ્વારા વપરાતી કોઈ મોટી ટેક્નિક તરફ ઇશારો કરે છે.
સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપ્યો મહત્વપૂર્ણ આદેશ, આ સ્કીમ 31 જુલાઈ સુધી લાગુ કરવા કહ્યું ; જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં આર્મી બેઝ પર હુમલાના ષડ્યંત્રનો મુદ્દો ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પણ અગાઉ ઉઠાવ્યો હતો. ભારતે સંયુક્ત રાષ્ટ્રની પરિષદમાં કહ્યું હતું કે આતંકવાદી ગતિવિધિઓ માટે હથિયારથી લેસ ડ્રૉનનો ઉપયોગની સંભાવના વિશે વૈશ્વિક સમુદાયે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે.