ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
24 જુન 2020
આઝાદી બાદ પ્રથમવાર પાકિસ્તાનમાં હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે આજે આધારશિલા રાખવામાં આવી છે. આ મંદીરનો ખર્ચો 10 કારોડ પાકિસ્તાની રૂપિયા આવશે જે ત્યાંની સરકાર આપશે. પાકિસ્તાનમા 3 વર્ષના વિલંબ બાદ આખરે હિંદુ મંદિરની નિર્માણ પ્રક્રિયા શરૂ થઈ છે. આમ તો જમીન 2017 મા ફાળવવામાં આવી હતી પરંતું કાગળિયા તૈયાર કરતા 3 વર્ષ નીકળી ગયા. આ ઇસ્લામાબાદમાં પ્રથમ હિન્દૂ મંદિર છે જે રાજધાની સીએચ-9 વિસ્તારમાં કૃષ્ણ મંદિર 20,000 ચોરસફૂટના પ્લોટમાં આવશે.
મંગળવારે માનવ અધિકાર પંચના સંસદીય સચિવ લાલચંદ માળીના હસ્તે મંદિરનું ભુમિ પૂજન થયું.. આ સભાને સંબોધન કરતાં શ્રી માળીએ જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ અને તેની નજીકના વિસ્તારોમાં 1947 પહેલાનાં ઘણા સમયનાં મંદિરનાં બાંધકામો હતા, જેમાં સૈદપુર ગામનો અને રાવલ તળાવ નજીક કોરંગ નદીની બાજુમાં આવેલા હિલ પોઇન્ટ પરનો સમાવેશ થાય છે.
ધાર્મિક બાબતોના પ્રધાન પીર નૂરુલ હક કાદરીએ જણાવ્યું હતું કે, બાંધકામનો ખર્ચ સરકાર સહન કરશે, જ્યારે ઇસ્લામાબાદ હિન્દુ પંચાયતે મંદિરનું નામ 'શ્રીકૃષ્ણ મંદિર' રાખ્યું છે. મંદિર સંકુલમાં અન્ય ધાર્મિક વિધિઓ માટે અલગ માળખા હશે. તેમ જ લઘુમતી સમુદાય માટે ઇસ્લામાબાદમાં સ્મશાનનો અભાવ હોવાથી મંદિરના નાજીકમાં જ સ્મશાન પણ બનાવવામાં આવશે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
