News Continuous Bureau | Mumbai
History of Indian CurrencyMahatma Gandhi ભારત ૧૯૪૭માં આઝાદ થયું હોવા છતાં ૧૯૪૯ સુધી ભારતીય નોટો પર બ્રિટિશ રાજા કિંગ જ્યોર્જ છઠ્ઠા (King George VI) નો ફોટો ચાલુ રહ્યો હતો. ૧૯૪૯માં પહેલીવાર ૧ રૂપિયાની નોટ પરથી બ્રિટિશ રાજાનો ફોટો હટાવીને સારનાથના અશોક સ્તંભને સ્થાન આપવામાં આવ્યું હતું.૧૯૪૯માં ગાંધીજીનો ફોટો મૂકવાનો પ્રસ્તાવ આવ્યો હતો, પરંતુ ત્યારે અશોક સ્તંભને ભારતની ઐતિહાસિક ઓળખ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
ગાંધીજીનો ફોટો પહેલીવાર ક્યારે આવ્યો?
૧૯૬૯ (જન્મ શતાબ્દી વર્ષ): મહાત્મા ગાંધીના જન્મના ૧૦૦ વર્ષ નિમિત્તે પહેલીવાર સ્મારક શ્રેણી (Commemorative Series) બહાર પાડવામાં આવી હતી, જેમાં ગાંધીજી અને સેવાગ્રામ આશ્રમનો ફોટો હતો.
૧૯૮૭: પહેલીવાર ૫૦૦ રૂપિયાની નોટ પર ગાંધીજીનો ફોટો કાયમી ધોરણે દેખાયો.
૧૯૯૬ (મહાત્મા ગાંધી સીરીઝ): રિઝર્વ બેંકે નકલી નોટો રોકવા માટે અત્યાધુનિક સિક્યોરિટી ફીચર્સ સાથે નવી સીરીઝ લોન્ચ કરી, જેને ‘મહાત્મા ગાંધી સીરીઝ’ નામ આપવામાં આવ્યું. આ શ્રેણી સાથે ગાંધીજીનો ફોટો ભારતીય ચલણનો કાયમી ચહેરો બની ગયો.
નોટ પર દેખાતો ફોટો ક્યાંનો છે?
ઘણા લોકો માને છે કે આ કોઈ સ્કેચ કે પેન્ટિંગ છે, પરંતુ વાસ્તવમાં આ એક અસલી ફોટોગ્રાફ છે. આ ફોટો ૧૯૪૬ માં લેવામાં આવ્યો હતો. ગાંધીજી ત્યારે લોર્ડ ફ્રેડરિક વિલિયમ પેથિક લોરેન્સ સાથે ઉભા હતા અને મુસ્કુરાઈ રહ્યા હતા. આ ફોટામાંથી ગાંધીજીનો ચહેરો ક્રોપકરીને નોટો પર છાપવામાં આવ્યો છે. આરબીઆઈ મુજબ, આ તસવીર ગાંધીજીના સૌમ્ય અને પ્રભાવશાળી વ્યક્તિત્વને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
ગાંધીજીને જ કેમ પસંદ કરવામાં આવ્યા?
ભારત એક વિવિધતા ધરાવતો દેશ છે. નોટ પર કોઈ એક નેતા કે ધાર્મિક પ્રતીક મૂકવાને બદલે મહાત્મા ગાંધીને પસંદ કરવામાં આવ્યા કારણ કે તેઓ સત્ય, અહિંસા અને રાષ્ટ્રીય એકતાના વૈશ્વિક પ્રતીક છે. આઝાદીની લડતમાં તેમનું યોગદાન સર્વોપરી હતું અને તેમની છબી દેશના દરેક ખૂણામાં સ્વીકાર્ય છે. આથી જ રિઝર્વ બેંકે ૧૯૯૬થી તમામ નોટો પર બાપુના ફોટાને અનિવાર્ય બનાવ્યો.
