Site icon

Hit and Run New Law: ટ્રક ડ્રાઇવરો સામે ઝૂકી કેન્દ્ર સરકાર, હિટ એન્ડ રનનો કાયદો હાલ પૂરતો સ્થગિત.. હડતાળ સમેટાઈ..

Hit and Run New Law: હડતાળને કારણે દેશભરમાં શાકભાજી અને પેટ્રોલ અને ડીઝલ સહિત અન્ય ચીજવસ્તુઓના સપ્લાયને અસર થઈ હતી. શાળાઓ પણ બંધ રાખવી પડી હતી. આ સિવાય અનેક આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય અને ટ્રાન્સપોર્ટેશન બંધ થવાને કારણે અનેક ચીજવસ્તુઓના ભાવમાં અનેકગણો વધારો થયો હતો.

Hit and Run New Law Protesting new hit-and-run law, truckers dial down after talks with Home Secretary

Hit and Run New Law Protesting new hit-and-run law, truckers dial down after talks with Home Secretary

News Continuous Bureau | Mumbai

Hit and Run New Law: છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ટ્રક ડ્રાઈવરો, ટ્રાન્સપોર્ટરો અને કોમર્શિયલ વાહન ચાલકોની હડતાળ ( Truck driver strikes )  આખરે સમેટાઈ ગઈ છે, કારણ કે સરકારે ખાતરી આપી છે કે તે હિટ-એન્ડ-રન વિરુદ્ધ વિવાદાસ્પદ કાયદો લાદતા પહેલા તેમની સલાહ લેશે. સરકાર સાથે લાંબી વાટાઘાટો બાદ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોગ્રેસે ( All India Motor Transport Congress )  આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. 

Join Our WhatsApp Community

જરૂરી ચીજવસ્તુઓના સપ્લાયને થઈ  અસર 

નોંધનીય છે કે હડતાળને કારણે દેશભરમાં શાકભાજી ( vegetable ) અને પેટ્રોલ અને ડીઝલ સહિત અન્ય ચીજવસ્તુઓના સપ્લાયને અસર થઈ હતી. શાળાઓ પણ બંધ રાખવી પડી હતી. આ સિવાય અનેક આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય અને ટ્રાન્સપોર્ટેશન ( Transportation )  બંધ થવાને કારણે અનેક ચીજવસ્તુઓના ભાવમાં અનેકગણો વધારો થયો હતો. આ સિવાય દેશના અનેક માર્ગો પર ટ્રાફિક જામ અને વિરોધ ( Protest ) ના કારણે વાહનવ્યવહારમાં સમસ્યા સર્જાઈ હતી. 

ગૃહ મંત્રાલયે મિટિંગમાં ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓને આપ્યું આ આશ્વાસન 

ડ્રાઈવરની હડતાળને કારણે અનેક બસોના પૈડા થંભી ગયા હતા. ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોના આંદોલન બાદ ગૃહ મંત્રાલયે પહેલ કરી અને મંગળવારે સાંજે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. આ પછી ગૃહ મંત્રાલયે મિટિંગમાં ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓને આશ્વાસન આપ્યું કે હાલમાં આ કાયદાનો અમલ થઈ રહ્યો નથી. જ્યારે પણ કાયદો અમલમાં આવશે ત્યારે ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Earthquake news : જાપાન બાદ હવે આ દેશની ધરા ધ્રુજી, 30 મિનિટમાં 2 વખત ભારે આંચકાથી હચમચાવી મૂક્યાં..

ભલ્લાએ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ અને તમામ ડ્રાઈવરોને તેમની નોકરી પર પાછા ફરવાની અપીલ કરી હતી. ગૃહ સચિવે કહ્યું કે સરકાર અને ટ્રાન્સપોર્ટરો એ વાત પર સહમત થયા છે કે ટ્રાન્સપોર્ટ કામદારો તરત જ તેમનું કામ ફરી શરૂ કરશે.

‘હિટ એન્ડ રન’ શું છે?

હિટ એન્ડ રન એટલે કે એવા એક્સીડેન્ટ, જેમાં વાહનની ટક્કર માર્યા બાદ ડ્રાઈવર ઘટનાસ્થળ પરથી ફરાર થઇ જાય છે, એને ‘હિટ એન્ડ રન’ કેસ ગણવામાં આવે છે. હિટ એન્ડ રનના કેસમાં ઘણી વખત ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવે અથવા પ્રાથમિક સારવાર મળે તો તેને બચાવી શકાય છે. જૂના કાયદા મુજબ હિટ એન્ડ રન કેસમાં બે વર્ષની જેલની જોગવાઈ હતી અને જામીન પણ મળતા હતા.

શું કહે છે હિટ એન્ડ રનનો નવો કાયદો 

સરકારે તાજેતરમાં સંસદમાંથી ભારતીય ન્યાયિક સંહિતાને મંજૂરી આપી છે. આવનારા સમયમાં, આ ભારતીય દંડ સંહિતા (IPC) ની જોગવાઈઓનું સ્થાન લેશે. નવા કાયદા હેઠળ, હિટ એન્ડ રન કેસમાં, જો કોઈ વ્યક્તિનું  ડ્રાઇવિંરની બેદરકારીને કારણે મૃત્યુ થાય છે અને ડ્રાઇવર ઘટના સ્થળ પરથી ફરાર થઇ જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સિવાય 7 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. માત્ર ટ્રક ડ્રાઈવરો જ નહીં પણ બસ, ટેક્સી અને ઓટો-ડ્રાઈવરો એનો વિરોધ કરી રહ્યા છે. નવા નિયમો ખાનગી વાહનચાલકોને પણ સમાન રીતે લાગુ પડશે.

Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ
Exit mobile version