ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુલાઈ 2020
હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત મુંબઈ તથા દિલ્હી ને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની સાથે તોફાની પવનો ની આગાહી કરવામાં આવી છે. જેને પગલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શુક્રવારે ચોમાસા અને પૂરની પરિસ્થિતિ પર કામ કરવાની કેટલી તૈયારીઓ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે તેની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે જીવન અને સંપત્તિના નુકસાનને ઘટાડવા માટે એક સુનિયોજિત યોજના બનાવવામાં આવે.
બીજી બાજુ હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાં પંજાબ હરિયાણા અને દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ની સંભાવના છે ત્યારે અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને બંગાળની ખાડીમાં પણ જોરદાર પવન ફૂંકાશે, આથી માછીમારોને આ વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી છે. ઉલ્લેખનીય છે કે હવામાન ખાતાના વાર્તારા મુજબ મુંબઈમાં ગઈકાલથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે અને આથી જ કેન્દ્રના નિર્દેશો બાદ એનડીઆરએફની ટીમો વિવિધ ઠેકાણે તેનાત કરી દેવામાં આવી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com