હવે શરદ પવારની લગામ તાણશે અમિત શાહ : કહ્યું સહકાર ક્ષેત્રને નવી દિશા આપવાની જરૂર.

by Dr. Mayur Parikh

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

સોમવાર 

દિલ્હીના ઇન્દિરા ગાંધી નેશનલ ઇન્ડોર સ્ટેડિયમમાં દેશભરની સહકારી સંસ્થાઓની રાષ્ટ્રીય સહકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય સહકાર અને ગૃહ મંત્રી અમીત શાહે સહકાર મંત્રાલય બાબતે શંકાઓનું નિવારણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સહકાર એ કેન્દ્રનો કે રાજ્યનો વિષય? તેના ઉપર તેમણે ચર્ચા કરી હતી.

અરે વાહ! હવે આ દેશના રસ્તા ભારત માટે ખુલ્યા. તમામ ફ્લાઇટ અને બીજા માર્ગો શરૂ. જાણો વિગત.

અમિત શાહે કહ્યું હતું કે કેન્દ્રીય સહકાર મંત્રાલયની સ્થાપના રાજ્ય સાથેના સંઘર્ષ માટે નહીં પણ સહકાર માટે કરવામાં આવી છે. મલ્ટીસ્ટેટ સહકારી સંસ્થાઓમાં સુધારા માટે કાયદાને મજબૂત કરવાની અને નવા સહકારી ધોરણો ઘડવાની જાહેરાત તેમણે કરી છે. દેશભરમાં સહકાર કાયદાઓમાં સમાનતા લવાશે. સહકાર ક્ષેત્રો પર કોઈ પણ પ્રકારનો અન્યાય થશે નહીં. તેવી જ રીતે સહકારી સંસ્થાઓમાં ભરતી અને નિમણૂકની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment