ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
10 જુન 2020
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાન પર તૈનાત સિક્યુરિટી ગાર્ડના અપહરણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્રણ બદમાશોએ કારની સાથે સુરક્ષા કર્મચારીનું અપહરણ કરી ઝજ્જર પાસે લઈ ગયા હતા અને તેમને માર મારી તેની કાર છીનવી લીધી હતી.
બનાવની જાણ થતાં ડીસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અપહરણકરોની શોધખોળ શરૂ કરી છે…
જે જવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું તે દિલ્હી પોલીસમાં સહાયક સબ-ઇન્સ્પેક્ટર છે. તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના દિલ્હી નિવાસસ્થાન પર સુરક્ષામાં તૈનાત છે. સોમવારે રાત્રે તે કારમાં પોતાના ઘરેથી દિલ્હી જઈ રહ્યો હતો ત્યારે પટૌડી નજીક આવેલા રાજપુરા ગામમાં તેમની બાજુમાં એક ગાડી આવી, તેમાં બેઠેલા યુવકે કારના ટાયર તરફ ઇશારો કર્યો અને રોકાવાનું કહ્યું. કારમાં થોડી તકલીફ હોવાના ડરથી સુરક્ષા જવાનોએ વાહનને અટકાવ્યું, કાર રોકાતાંની સાથે જ ત્રણ બદમાશો કારમાંથી ઉતર્યા અને સુરક્ષા કર્મચારીઓને ઘેરી લીધાં. એકે તેને પિસ્તોલથી હુમલો કર્યો. તઅપહરણ કર્તાઓએ સુરક્ષા જવાનોના હાથ બાંધી આંખે પાટા બાંધ્યા હતા, અપહરણ કરી ઝજ્જર લઈ ગયા હતા. લગભગ એક કલાક ગાડીમાં વાહન ચલાવ્યા બાદ તે માર માર્યો હતો અને કાર લઇને ફરાર થઈ ગયા હતા. સુરક્ષા જવાનોએ પસાર થતા લોકોની મદદથી ઝજ્જર પોલીસને જાણ કરી હતી.. આ પછી પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ, ક્રાઇમ બ્રાંચના એકમો અને ગુપ્તચર ટીમોના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. બદમાશોની શોધમાં પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. મોડી રાત સુધી પોલીસે અપહરણ કર્તાઓની શોધમાં દરોડા પાડયાં હતાં. આ સમગ્ર મામલાની તપાસ ફક્ત લૂંટની સંભાવનાથી જ નહીં પરંતુ અન્ય એંગલથી પણ કરવામાં આવી રહી છે…