ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧
શનિવાર
કોરોના મહામારીની ગંભીર બીજી લહેર બાદ હવે ફરી કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી દેશમાં ફફડાટ ફેલાયો છે. કેન્દ્ર સરકારે પણ આ વેરિયન્ટ ત્રીજી લહેરમાં ન પરિણમે એ બદલ તમામ રાજ્ય સરકારોને ચેતવણી આપી છે. સૌપ્રથમ ભારતમાં મળેલા ડેલ્ટા વેરિયન્ટ ગંભીર ચિંતાના વિષય છે. આ વેરિયન્ટ ભારત અને બ્રિટન દ્વારા ઝડપથી ફેલાયું છે.
ડેલ્ટા વેરિયન્ટ અગાઉ B.1.617.2 તરીકે ઓળખાતું હતું. આ વેરિયન્ટને અત્યાર સુધીનું સૌથી વધુ ટ્રાન્સમિસિબલ વેરિયન્ટ માનવામાં આવે છે, જે બ્રિટનમાં પ્રથમ વખત મળેલા વાયરસના મૂળ રૂપ અને આલ્ફા વેરિયન્ટ બંને કરતાં વધુ સરળતાથી ફેલાય છે. ત્યાંના જાહેર આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે ડેલ્ટા આલ્ફા કરતાં50% વધુ ચેપી થઈ શકે છે. જોકેએના ચેપનું પ્રમાણ જુદું-જુદું છે.
ઉપરાંત ફેફસાંના કોષમાં પ્રવેશવાની ઝડપ અને મોનોક્લોનલ એન્ટિ-બૉડી પ્રતિસાદમાં સંભવિત ઘટાડો કરતો હોવાથી ખૂબ જ જોખમી છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પણ પોતાની નવી ગાઇડલાઇનમાં કહ્યું છે કે આ વેરિયન્ટથી બચવા વેક્સિન લીધેલા લોકોએ પણ માસ્ક પહેરી જ રાખવાં જોઈએ. જોકેસંપૂર્ણ રસીકરણ પામેલા લોકોને આ વાયરસથી જોખમ ઓછું જરૂર છે.
દરમિયાન મહારાષ્ટ્ર સરકારે લીધેલા કડક નિર્ણયને પગલે લોકો અને ખાસ કરીને વેપારીઓ વીફર્યા છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં આ વેરિયન્ટને કારણે રત્નાગિરિમાં પ્રથમ મૃત્યુ પણ નોંધાયું હતું. ઉપરાંત રાજ્યમાં ગઈ કાલે ૨૦ સક્રિય કેસ પણ હતા. આજે પણ મહારાષ્ટ્ર સહિત બીજા ૧૦ રાજ્યોમાં આ વેરિયન્ટના ૫૦ જેટલા કેસ નોંધાયા છે, જે અચૂક ચિંતાનો વિષય બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આ વેરિયન્ટને કારણે ફફડાટ છે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ ગયા અઠવાડિયે અમેરિકામાં કુલ ૩૫ હજારથી વધુ કેસ આ વેરિયન્ટના નોંધાયા છે. જર્મનીમાં પણ એક અઠવાડિયામાં કેસ ડબલ થઈ ગયા છે. આ ઉપરાંતરશિયામાં ગુરુવારે ૨૦,૦૦૦ કેસ અને બીજા અનેક દેશમાં પણ દૈનિક ધોરણે મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે.
ટિકિટ દલાલોને ઠેકાણે પાડવા. બહુ જલદી રિઝર્વેશન પણ આધાર અને પાસપોર્ટ ફરજિયાત થશે. જાણો વિગત
આખા વિશ્વની સ્થિતિ જોતાં હવે જણાય છે કે આ વેરિયન્ટની અવગણના કરવી ભવિષ્યમાં ત્રીજી લહેરને આમંત્રણ આપવા બરાબર છે અને એથી જ રાજ્ય સરકારો સાવચેતીનાં પગલાંરૂપે અત્યારથી જ સતર્ક થઈ ગઈ છે.