ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ભારતમાં કોરોના રસીકરણ ઝુંબેશ મોટા પાયે ચાલી રહી છે. એવામાં કેન્દ્ર સરકાર સામે બનાવટી રસીનું ટેન્શન ઊભું થયું છે. અનેક રાજ્યોમાંથી મળી આવેલી બનાવટી રસીની ગંભીર નોંધ લેતાં કેન્દ્ર સરકારે રાજ્યોને સાવધાની રાખવા કહ્યું છે. નાગરિકોને રસી આપતી વખતે એ બનાવટી છે કે નહીં એની ખાતરી કરવાનો આદેશ કેન્દ્ર સરકારે આપ્યો છે. કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુટનિક-વી આ રસીની સત્યતા તપાસવા માટેની આવશ્યક માહિતી પણ મોકલી છે.
શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવી ગઈ છે? માત્ર જાહેરાત બાકી છે? આ રહ્યા સાત જિલ્લાના આંકડા
ભારતમાં ત્રીજી લહેર આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સહિત રાજ્ય સરકારો રસીકરણ ઝુંબેશનો વેગ વધારવાના પ્રયત્નો કરી રહી છે. એવામાં રસી માફિયાઓ અસલી રસીના આબેહૂબ બનાવટી પૅકિંગ ઉપલબ્ધ કરી રહ્યા છે. જેથી અસલી અને બનાવટી રસીનો ભેદ કરવો અઘરો છે, માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીની ઓળખ કેમ કરવી એ વિશે માહિતી દરેક રાજ્ય સરકારને મોકલી છે.