News Continuous Bureau | Mumbai
Congress: રામ જન્મભૂમિ મામલે ગોળ ગોળ વાત કરનાર કોંગ્રેસ પાર્ટી પાસે હવે દુવિધાઓનો ભંડાર છે. વધુ એક ગુગલી માં ગાંધી પરિવાર ફસાયું છે. વાત એમ છે કે રામ જન્મભૂમિ ન્યાસ ( Ram Janmabhoomi Nyas ) તરફથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ( Pran Pratishtha Mahotsav ) હાજર રહેવા માટે સોનિયા ગાંધી ( Sonia Gandhi ) , મલ્લિકાર્જુન ખડગે ( mallikarjun kharge ) , એચડી દેવગોડા ( hd deve gowda ) અને મનમોહન સિંહ ( Manmohan Singh ) જેવા નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીને ( adhir ranjan chowdhury ) પણ આમંત્રણ ( invitation ) પાઠવી દેવાયું છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબલ રામ જન્મભૂમિ કેસ મામલે મુસ્લિમ પક્ષ તરફથી દલીલ કરી રહ્યા હતા. આટલું જ નહીં કોંગ્રેસ પાર્ટીનો રવૈયો રામ મંદિર મામલે અસ્પષ્ટ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Pakistan: પાકિસ્તાનના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ના ઘર પર ગ્રેનેડ ઝીંકાયો.
હવે જ્યારે હિન્દુ વોટરો એકત્રિત થઈ ગયા છે ત્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અલગ અલગ મંદિરે જઈને ભગવાનના આશીર્વાદ લે છે. ત્યારે રામ જન્મભૂમિના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ગાંધી પરિવારનો સભ્ય હાજર રહેશે કે નહીં તે જોવાનું ઘણું દિલચસ્પ બની રહેશે.