193
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
18 સપ્ટેમ્બર 2020
ચીન દ્વારા થતી સાઈબર જાસુસી ના અહેવાલો વચ્ચે એક ગંભીર સમસ્યા સામે આવી છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એટલે કે એન.આઈ.સી. ના 100 થી વધુ કોમ્પ્યુટર હેક કરવામાં આવ્યા છે. તેમજ આ કોમ્પ્યુટર માંથી સંવેદનશીલ ડેટા લેવામાં આવ્યો છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ હુમલો એક ઇમેલ ના માધ્યમથી થયો હતો. આ સંદર્ભે દિલ્હી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એ ભારત દેશની સંવેદનશીલ માહિતીઓ સ્ટોર કરવાની જગ્યા છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની માહિતી ઉપરાંત દેશની સુરક્ષા સંદર્ભે ની માહિતી ઉપલબ્ધ હોય છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર અમેરિકાથી આવેલો એક ઇમેલ બેંગ્લોર ની કંપની ના આઇ પી એડ્રેસથી એનઆઈએના કોમ્પ્યુટર માં આવ્યો હતો. આ ઇમેલ પર ક્લિક કરતાની સાથે જ બધી જાણકારીઓ ગાયબ થઈ ગઈ.
You Might Be Interested In