ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 30 એપ્રિલ 2021
શુક્રવાર
દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એ કુતરાઓ નું સ્મશાન આવેલું છે. આ સ્મશાનમાં આખા દિલ્હીના મૃત્યુ પામેલા કૂતરાઓને અગ્નિ ના માધ્યમથી વિદાય આપવામાં આવે છે. હવે દિલ્હીમાં પરિસ્થિતિ વણસી ઉઠી છે. ગત ૬ દિવસથી અહીં દૈનિક 300 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે.
પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અંતિમ સંસ્કાર માટે સ્મશાન માં કલાકનું વેઈટિંગ છે. આ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા માટે દિલ્હી મહાનગરપાલિકાએ નવું પગલું ભર્યું છે. જે મુજબ હવે દ્વારકા વિસ્તારમાં સાડા ૩ એકરમાં કુતરાઓના સ્મશાનમાં હવે મનુષ્યોની અંતિમવિધિ કરવામાં આવશે. આ માટે મહાનગરપાલિકા ને વનવિભાગ દ્વારા અતિરિક્ત લાકડા આપવામાં આવશે. આમ કોરોના ને કારણ અતિ વિકટ પરિસ્થિતિ પેદા થઇ છે.
શું મુકેશ અંબાણી અને અઝીમ પ્રેમજી વચ્ચે થશે બિઝનેસ વોર? અઝીમ પ્રેમજીએ આ નવા વ્યવસાયમાં ઝંપલાવ્યું..
