Human Trafficking Racket : સીબીઆઈ આવી એકશન મોડમાં, સોશ્યલ મિડીયા પર ચલાવાતો માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ, 7 રાજ્યોમાં 13 સ્થળોએ દરોડો..

Human Trafficking Racket : માનવ તસ્કરી કરાયેલા ભારતીય નાગરિકોને યુદ્ધ સંબંધિત કામની તાલીમ આપવામાં આવી હતી અને તેમની ઈચ્છા વિરુદ્ધ રશિયા-યુક્રેન યુદ્ધ ક્ષેત્રમાં ફ્રન્ટ લાઈન પર તૈનાત કરવામાં આવ્યા હતા. તેમજ તેમના જીવનને જોખમમાં મુકવામાં આવ્યા હતા

by Bipin Mewada
Human Trafficking Racket CBI in action mode, human trafficking racket busted on social media, raids at 13 places in 7 states.

 News Continuous Bureau | Mumbai 

Human Trafficking Racket : સીબીઆઈએ માનવ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જે વિદેશમાં નોકરી અપાવવાની આડમાં ભારતીયોને રશિયા-યુક્રેન યુદ્ધ ( Russia-Ukraine War ) ક્ષેત્રમાં લઈ જતો હતો. મિડીયા રિપોર્સના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, એજન્સીના ધ્યાન પર આવા 35 મામલા આવ્યા હતા, જેમાં સોશિયલ મીડિયા ચેનલો, સ્થાનિક પરિચિતો અને એજન્ટો દ્વારા યુવાનોને ઉચ્ચ પગારવાળી નોકરીના ખોટા વચનો આપીને રશિયા ( Russia ) મોકલવામાં આવ્યા હતા. આ કેસમાં સીબીઆઈએ દિલ્હી, તિરુવનંતપુરમ, મુંબઈ, અંબાલા, ચંદીગઢ, મદુરાઈ અને ચેન્નાઈ સહિત 13 સ્થળોએ દરોડા પાડ્યા છે. 

સીબીઆઈના ( CBI ) પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, માનવ તસ્કરી કરાયેલા ભારતીય નાગરિકોને ( Indian citizens ) યુદ્ધ સંબંધિત કામની તાલીમ આપવામાં આવી હતી અને તેમની ઈચ્છા વિરુદ્ધ રશિયા-યુક્રેન યુદ્ધ ક્ષેત્રમાં ફ્રન્ટ લાઈન પર તૈનાત કરવામાં આવ્યા હતા. તેમજ તેમના જીવનને જોખમમાં મુકવામાં આવ્યા હતા. જેમાં હવે ફેડરલ એજન્સીએ કેટલીક વિઝા કન્સલ્ટન્સી કંપનીઓ અને એજન્ટો સામે પણ એફઆઈઆર નોંધાવી છે.

 આ એજન્ટોનું માનવ તસ્કરી નેટવર્ક દેશભરના ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે..

મિડીયા રિપોર્ટમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ એજન્ટોનું માનવ તસ્કરી નેટવર્ક દેશભરના ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે અને તેઓ સંગઠિત રીતે કામ કરી રહ્યા છે. જેમાં CBIએ દિલ્હીમાંથી, મુંબઈમાંથી અને ચંદીગઢમાંથી કેટલા ટ્રાવેલ કંપનીના એજન્ટોની ધરપકડ કરી છે.આમાં દુબઈ સ્થિત એક ટ્રાવેલ એજન્સી સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Anant – Radhika Pre wedding: લક્ઝરી કારથી લઈને ગુચી બેગ, અનંત-રાધિકાને બોલિવૂડમાંથી મળી કરોડોની ગિફ્ટ, જાણો કોણે આપી સૌથી મોંઘી ગિફ્ટ?

સીબીઆઈએ આ એજન્સીમાંથી અત્યાર સુધીમાં 50 લાખ રૂપિયા, વાંધાજનક દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ, ડેસ્કટોપ વગેરે ઈલેક્ટ્રોનિક રેકોર્ડો જપ્ત કર્યા છે. તેમજ આ ઉપરાંત વિવિધ સ્થળોએ પૂછપરછ માટે કેટલાક શકમંદોની અટકાયત પણ કરવામાં આવી હતી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More