Site icon

ભારત રત્ન પ્રણવદા પંચમહાભૂતમાં વિલીન.. પિતાની આ અંતિમ ઈચ્છા પૂરી ન કરી શકવાનો દીકરાને વસવસો ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

01 સપ્ટેમ્બર 2020

પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન પ્રણવ મુખરજી આજે પંચતત્વમાં વિલીન થઈ ગયા. આમ તો તેઓનું મૂળ વતન પશ્ચિમ બંગાળનું કોલકત્તા. પરંતુ,  કર્મભૂમિ અને અંતિમ શ્વાસ પણ દિલ્હીમાં લીધા હોવાથી તેમના અગ્નિસંસ્કાર લોધી સ્મશાન ઘાટ પર, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. પ્રણવ મુખરજીને કોરોના પણ લાગુ થયો હોવાથી સ્મશાનમાં બહુ ઓછા લોકો ને હાજર રહેવાની મંજૂરી મળી હતી. 

આ પહેલાં તેમના પાર્થિવ દેહને 10, રાજાજી માર્ગ , તેમના સરકારી નિવાસ સ્થાન ખાતે દર્શનાર્થે મુકવામાં આવ્યો હતો. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ,  ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ,  પીએમ નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, મનમોહન સિંગ, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.

આ વેળાએ તેમના શોકગ્રસ્ત પુત્રએ, પિતાની અંતિમ ઇચ્છા ન પૂરી કરી શકવા બાબતે અફસોસ વ્યક્ત કર્યો હતો.  અભિજીત મુખર્જીએ કહ્યું કે તેમની ઉપસ્થિતિ અમારા માટે આશીર્વાદ સમાન હતી. વધુમાં કહ્યું કે 'કોરોનાવાયરસ તેમના મોતનું મુખ્ય કારણ ન હતું. પરંતુ બ્રેઇન સર્જરી બાદ તેમની તબિયત પર માઠી અસર પડી હતી. તેમના અંતિમ દિવસોમાં અમે પિતાને પશ્ચિમ બંગાળના કોલકત્તા ના લઈ જઈ શકયા તેનું દુઃખ વધારે છે, કારણ કે કોરોના ને કારણે તેમનો દેહ ત્યાં ખસેડાય એમ ન હતું…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version