ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
મુંબઈમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણના ઘરે ઈન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે.
ચિત્રા રામકૃષ્ણ પર આધ્યાત્મિક ગુરુ સાથે ગુપ્ત માહિતીની આપલે કરવાનો આરોપ છે.
તત્કાલીન ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમના પરિસરોમાં પણ તપાસ ચાલી રહી છે.
અગાઉ 11 ફેબ્રુઆરીએ સેબીએ ચિત્રા પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે એક્સચેન્જની આંતરિક ગુપ્ત માહિતી શેર કરવા બદલ 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ સિવાય ચિત્રા રામકૃષ્ણ પર એક વરિષ્ઠ અધિકારી આનંદ સુબ્રમણ્યમની નિમણૂકમાં અનિયમિતતાનો પણ આરોપ છે. આ માટે NSE અને વરિષ્ઠ મેનેજમેન્ટ પણ જવાબદાર હતા.
વિશ્વના આ દેશ પર વરસ્યો કુદરતનો કહેર, ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી 90થી વધુ લોકોના નિપજ્યા મોત