ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓક્ટોબર 2020
ભારતીય વાયુસેના કોઈપણ ખતરા સામે કાર્યવાહી કરવા માટે ખૂબ જ સારી સ્થિતિમાં છે અને સુરક્ષાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિસ્તારોમાં ભારે સૈન્યદળ તૈનાત કરવામાં આવ્યું છે. એમ એર ચીફ માર્શલ આર.કે.એસ.ભદોરીયાએ આજે કહ્યું હતું.. પૂર્વીય લદ્દાખમાં ચીન સાથે ઉત્તર સરહદ પર કોઈપણ કાર્યવાહી કરવા માટે આઈએએફ "ઘણી સારી સ્થિતિમાં" છે. તેમણે ઉમેર્યું કે 'રાફેલ જેટના ઇન્ડક્શનથી અમને ઓપરેશનલ એજ મળી છે. આગામી પાંચ વર્ષમાં, અમે એચટીટી -40 ટ્રેનર વિમાન અને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરના ઓર્ડર સાથે 83 એલસીએ તેજસ માર્ક 1 એનો સમાવેશ શરૂ કરીશું," એમ પણ ભદૌરીયાએ ઉમેર્યું. તેમણે કહ્યું કે "ભારતીય વાયુ સેના દ્વિ-મોરચાના યુદ્ધ સહિતના કોઈપણ સંભવિત સંઘર્ષ માટે "સંપૂર્ણ રીતે તૈયાર છે". તેમની આ ટિપ્પણીઓ સરહદ પર ચીન અને પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે આવી છે. જેનાથી સ્વાભાવિક છે કે પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાશે કે, કારણકે ચીનને આપડે આંખ દેખાડી શકીએ છીએ અને પાકિસ્તાન અનેક રીતે ચીન પર નિર્ભર છે.
ભારત અને ભારતીય એર ફોર્સ ના ચીફ નો આત્મવિશ્વાસ આટલો બધો વધવાનું કારણ છે.. રાફેલ ફાઇટર.. પાંચ રાફેલ ફાઇટર એરક્રાફ્ટને 10 સપ્ટેમ્બરના રોજ ઐપચારિક રીતે આઈએએફમાં સામેલ કરવામાં આવ્યા હતા, જે દેશની હવાઈ શક્તિની ક્ષમતામાં મોટો વધારો છે.
