News Continuous Bureau | Mumbai
ICC World Cup 2023: માન્યામાં ન આવે તેવી વાત છે. આજે તો ભારત ક્રિકેટનું પાવરહાઉસ છે, પરંતુ જે સમયે ક્રિકેટમાં ભારત અન્ડરડૉગ ગણાતું હતું ત્યારે વિશ્વને અચરજમાં મૂકી દેશ માટે પહેલો વર્લ્ડ કપ લઈ આવનાર તે સમયના ભારતીય કેપ્ટન ( Indian captain ) અને મેચના હીરો કપિલ દેવને ( Kapil Dev ) કાલની અમદાવાદ ખાતેની મેચમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું નથી. આ મુદ્દે કોંગ્રેસના ( Congress ) વરિષ્ઠ નેતાએ બીસીસીઆઈની ( BCCI ) ટીકા કરી હતી.
It is simply unacceptable & extremely petty that Kapil Dev was not invited by the cricket establishment for the World Cup final in Ahmedabad. Like Bedi, Kapil Dev is known to speak his mind, and he did come out openly in support of the agitating women wrestlers a few months back.
— Jairam Ramesh (@Jairam_Ramesh) November 19, 2023
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ( Jairam Ramesh ) ટ્વીટ કર્યું હતું કે તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે કે BCCI દ્વારા અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપ ફાઈનલ માટે કપિલ દેવને આમંત્રણ ( invitation ) આપવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું કે બેદીની જેમ કપિલ દેવ પણ તેમના જુસ્સાદાર અભિપ્રાયો વ્યક્ત કરવા માટે જાણીતા છે. તેમજ થોડા મહિના પહેલા તેણે વિરોધ કરી રહેલી મહિલા રેસલર્સનું સમર્થન કર્યું હતું.
બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્લાન મુજબ આજની મેચ દરમિયાન વિશ્વ વિજેતા ટીમના કેપ્ટનોને સન્માનિત કરવામાં આવશે. જેના માટે કપિલ દેવને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
હું 1983ની આખી ટીમ મારી સાથે ફાઇનલ જોવા માંગતો હતો: કપિલ દેવ..
આ ઘટના પર કપિલ દેવે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કપિલ દેવે કહ્યું કે હું આ યાત્રા મારા તમામ સાથીઓ સાથે કરવા માંગતો હતો. પરંતુ મને તે કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેઓએ મને આમંત્રણ આપ્યું નથી, તેથી હું ગયો નથી. હું 1983ની આખી ટીમ મારી સાથે ફાઇનલ જોવા માંગતો હતો, પરંતુ મને લાગે છે કે ત્યાં ઘણું આયોજન છે અને કેટલીકવાર લોકો જવાબદારીઓમાં વસ્તુઓ ભૂલી જાય છે.
આ સમાચાર પણ વાંચો : Maldives: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ શપથ લીધા બાદ ભારત વિરોધી વલણ અપનાવ્યું, ભારતીય સૈનિક પાછા લઈ જાવા કર્યુ સૂચન..
જ્યારે કપિલદેવને પૂછવામાં આવ્યું કે તેઓ શા માટે ફાઇનલ મેચ જોવા માટે સ્ટેડિયમમાં હાજર નથી ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે મને ત્યાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેમણે મને ફોન ના કર્યો તેથી હું ગયો નહીં.
ભારતીય ક્રિકેટ ટીમે ICC વર્લ્ડ કપ 2023માં વિસ્ફોટક શરૂઆત કરી હતી અને અંતિમ રાઉન્ડ સુધી એક પણ મેચ હારી નથી. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની તમામ 10 મેચ જીતી અને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આવી સ્થિતિમાં, દિગ્ગજોની સાથે ચાહકોને લાગ્યું કે ટીમ ઈન્ડિયા ટાઈટલ જીતીને ઈતિહાસ રચશે. પરંતુ, 140 કરોડ ભારતીયોના સપના ચકનાચૂર થઈ ગયા હતા. ફાઈનલ રવિવારે (19 નવેમ્બર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં ભારતીય ક્રિકેટ ટીમનો મુકાબલો 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. દરેક ભારતીય માનતા હતા કે ટીમ ઈન્ડિયા આ મેચમાં જીતનો ઝંડો લહેરાશે, પરંતુ કાંગારૂઓએ ટીમ ઈન્ડિયાને વિજય રથ પર સવારી અટકાવી અને વર્લ્ડ કપમાં પોતાનું નામ બનાવ્યું.