ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જાન્યુઆરી 2022
મંગળવાર
દેશમાં વધતા જતા ઓમિક્રોનના કેસ વચ્ચે ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) એ મોટો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ICMR એ ઓમિક્રોનની જાણકારી મેળવનારી પહેલી કિટને મંજૂરી આપી દીધી છે. જેને ટાટા મેડિકલે તૈયાર કરી છે.
આ કીટ ટાટા મેડિકલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેનું નામ ઓમિસ્યોર છે.
જોકે ટાટા મેડિકલ, મુંબઈની કીટને 30 ડિસેમ્બરે જ મંજૂરી આપવામાં આવી હતી, જેની માહિતી હવે સામે આવી છે.
હાલમાં, દેશમાં ઓમિક્રોનને શોધવા માટે બીજી કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે મલ્ટીપ્લેક્સ કીટનું વેચાણ અમેરિકાના થર્મો ફિશર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
