295
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
'none of the above' એટલે કે 'નોટા' બટન અમુક લોકો માટે સર્વ શ્રેષ્ઠ વિકલ્પ હોય છે. આ બટન દબાવવાથી મતદાર એ વાત સ્પષ્ટપણે જણાવે છે કે અમને એ કે ઉમેદવાર પસંદ નથી.આ સંદર્ભે એક જનહિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં માગણી કરવામાં આવી છે કે જો કોઈ ચૂંટણીમાં 'નોટા' ને સૌથી વધુ મત મળે તો તે ચૂંટણી રદ કરવામાં આવે.
હવે આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. તેમજ તેમની પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે કે શું આ સંદર્ભે કોઇ પગલાં લઇ શકાય છે?
સર્વે કોઈની નજર સરકારી જવાબ પર ટકેલી છે.
You Might Be Interested In
