ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ ,24 એપ્રિલ 2021.
શનિવાર .
કોરોનની બીજી લહેર જ્યાં ઘાતક પુરવાર થઇ રહી છે ત્યાંજ કોરોનાનો નવો સ્ટ્રેઇન પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. જેના લક્ષણો જાણવા ખુબજ જરૂરી છે.વિશેષજ્ઞોએ કોરોનાનાં લક્ષણો અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે નવા સ્ટ્રેનમાં કોરોનાનાં લક્ષણોમાં પણ બદલાવ જોવા મળી રહ્યા છે.

નવા સ્ટ્રેનમાં કોરોનાનાં લક્ષણો પણ બદલાયાં, આ લક્ષણો દેખાય તો તાત્કાલિક કોરોનાનો ટેસ્ટ કરાવવો હિતાવહ છે.
* ઝાડા થવા તેમજ આંખ આવવી.
* શરીરમાં કળતર અને દુખાવો થવો.
* ગળા અને માથામાં દુખાવો થવો.
* હાથની આંગળી અને પગનાં ટેરવાં ફિક્કા પડી જવાં.
* ચામડી ઉપર ખરજ અને ખંજવાળ.
બંધ કરો આ માલદીવ નું ફોટો શુટ. માલદીવ જનારા સ્ટાર્સ પર ભડકયો નવાઝુદ્દીન. કહી આ વાત…
ઉલ્લેખનીય છે કે, આ સાથે તાવ આવવો, ખાંસી થવી, ગળામાં ખારાશનો અનુભવ, નાક વહેવું, શરીર દુખવું, સાંધામાં દુખાવો થવો, સ્મેલ અને સ્વાદ ગાયબ થઈ જવા જેવાં લક્ષણો જણાય તોપણ કોવિડ ટેસ્ટ કરાવવો આવશ્યક છે.